ગુજરાત

gujarat

By

Published : Aug 11, 2020, 10:53 PM IST

ETV Bharat / bharat

ટિકટોક પર પ્રતિબંધ બાદ સ્વદેશી એપ ચિંગારીએ 10 કરોડ રૂપિયા એકત્ર કર્યા

દેશમાં ચાઇના વિરોધી સેન્ટિમેન્ટ વચ્ચે ટિકિટોકના વિકલ્પ તરીકે ઉભરી આવેલી સ્વદેશી શોર્ટ વીડિયો શેરિંગ એપ ચિંગારી આશરે 10 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ 4 જુલાઈએ લોન્ચ કરેલી આત્મનિર્ભર ભારત એપ્લિકેશન ઇનોવેશન ચેલેન્જની સામાજિક કેટેગરીમાં પણ ચિંગારી એપ્લિકેશન ટોચના વિજેતા તરીકે ઉભરી આવી છે.

ચિંગારી
ચિંગારી

નવી દિલ્હી: ચીન વિરોધી સેન્ટિમેન્ટ વચ્ચે ટિકિટોકોના વિકલ્પ તરીકે દેશમાં ઉભરી આવેલી સ્વદેશી શોર્ટ વીડિયો શેરિંગ એપ ચિંગારીએ આશરે 10 કરોડનો ભંડોળ એકઠા કર્યો છે. ચિંગારીને આ ભંડોળ સીડ રાઉન્ડમાં મળ્યું છે, જેમાં એન્જેલલિસ્ટ ઇન્ડિયા, ઉત્સવ સોમાનીની આઇસિડ, વિલેજ ગ્લોબલ, લોગએક્સ વેન્ચર અને નાઉફ્લાટ્સના જસમિન્દર સિંહ ગુલાટી જેવા રોકાણકારો સામેલ છે.

કંપનીએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ભંડોળનો ઉપયોગ મુખ્યત્વે નવી ભરતી અને ઉત્પાદન વિકાસ માટે કરવામાં આવશે. ચિંગારી એપ્લિકેશન હવે તેના પ્લેટફોર્મની પહોંચ વધારવા અને તેને ગ્રાહક કેન્દ્રિત બનાવવા પર ભાર મૂકે છે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, ભંડોળનો હેતુ ઉત્પાદનના વિકાસને વેગ આપવા, પ્લેટફોર્મને આગળ વધારવા, તેને વધુ આકર્ષક, ગ્રાહકકેન્દ્રિત બનાવવા માટે છે. ચિંગારી એપ્લિકેશન હવે તેના પ્લેટફોર્મની પહોંચ વધારવા અને તેને ગ્રાહક કેન્દ્રિત બનાવવા પર ભાર મૂકે છે.

ચિંગારી એપના સહ-સ્થાપક અને CEO સુમિત ઘોષે કહ્યું કે, 'અમને આનંદ છે કે, રોકાણકારોએ અમારા કામની પ્રશંસા કરી.’

ચિંગારી એપ્લિકેશનએ કહ્યું કે, તેની પાસે 2.5 કરોડ યૂઝર્સ છે અને આ 30 લાખ લોકો તેના સક્રિય યૂઝર્સ છે અને તેઓ દૈનિક ધોરણે સક્રિય રહે છે.

એજેન્લલિસ્ટ ઇન્ડિયાના ઉત્સવ સોમાનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "સુમિત અને ટીમ ચિંગારીએ બતાવ્યું છે કે, કેવી રીતે કોઇ પ્રોડક્ટના ફીચરને વધુ લોકપ્રિય બનાવી શકાય છે. આવું મેં પહેલા ક્યારેય નથી જોયું."

ABOUT THE AUTHOR

...view details