ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તિહાડ જેલના કેદીએ જેલના અધિકારીઓ પર લગાવ્યો આક્ષેપ, સોશિયલ મીડીયા પર વીડિયો થયો વાઇરસ - તિહાડ જેલ

તિહાડ જેલમાં બંધ એક કેદીએ મોબાઈલ પર વીડિયો બનાવીને જેલ પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કર્યો છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થઈ રહ્યો છે. તેણ કહ્યું કે આ વાતનો ઘટસ્ફોટના કારણે તેની હત્યા પણ થઈ શકે છે. બીજી તરફ, જેલ પ્રશાસને તેના આરોપને નકારી દીધો છે.

તિહાડ જેલના કેદીએ જેલના અધિકારીઓ પર લગાવ્યો આક્ષેપ
તિહાડ જેલના કેદીએ જેલના અધિકારીઓ પર લગાવ્યો આક્ષેપ

By

Published : May 19, 2020, 8:00 PM IST

નવી દિલ્હી : મળતી માહિતી મુજબ, તિહાડ જેલ નંબર વનમાં બંધ શશાંક નામના કેદીએ એક વીડિયો વાઇરલ કર્યો છે. આ વીડિયો જેલની અંદર મોબાઇલથી બનાવવામાં આવ્યો છે. વીડિયોમાં તે પ્રવીણ નામના અધિકારી પર મોબાઈલ સપ્લાય કરવાનો આરોપ લગાવી રહ્યો છે. વીડિયોમાં તે ઘણા મોબાઇલ ફોન પણ બતાવી રહ્યો છે.આરોપ છે કે જેલમાં ગુનેગારોને મોબાઈલ સહિત અનેક સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ માટે, તેમની પાસેથી ભારે રકમ લેવામાં આવે છે. આ રકમ જેલ અધિકારીઓ વહેંચી લે છે.

વીડિયોમાં શશાંક નામના આ કેદીએ કહ્યું કે આ વીડિયો બાદ તેનો જીવ પણ જઇ શકે છે. તેમનું કહેવું છે કે આ વાત બાદ તેના પર હુમલો કરી શકાય છે. જેલ વહીવટીતંત્ર તેને હાઈ રિસ્ક વોર્ડમાં મૂકીને પરેશાન કરી શકે છે. પરંતુ અહીં ચાલી રહેલી ખોટી પ્રવૃત્તિઓને પ્રકાશિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જેલ વહીવટીતંત્રનું કહેવું છે કે ,આરોપી ખૂબ જ શાતિર છે. તેના પર લૂંટ સહિતના અનેક કેસ નોંધાયેલા છે. થોડા સમય પહેલા જેલ સ્ટાફે કેટલાક મોબાઇલને ઝડપ્યા હતા.જેના CCTV ફૂટેજ પણ છે. જેલ સ્ટાફ પર દબાણ કરવા તેણે આ વીડિયો બહાર પાડ્યો છે. તેની પાસેથી એક મોબાઇલ પણ મળી આવ્યો છે. જો આ મામલે જેલનો કોઈપણ કર્મચારી સામલે હશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details