ગુજરાત

gujarat

By

Published : Feb 22, 2020, 12:03 PM IST

ETV Bharat / bharat

તિહાડ જેલ પ્રશાસને નિર્ભયાના દોષીને પૂછ્યું, 'પરિવારને ક્યારે મળશો'

નિર્ભયા કેસના દોષીની પરિવાર સાથે મુલાકાત અંગે તિહાડ જેલના આધિકારીએ કહ્યું કે, 'પરિવારને ક્યારે મળશો'. ઉલ્લેખનીય છે કે, કોર્ટે નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના 4 દોષી માટે ડેથ વૉરન્ટ જાહેર કર્યું અને તમામ દોષીને 3 માર્ચે ફાંસી પર લટકાવવા આદેશ આપ્યો છે.

ETV BHARAT
તિહાડ જેલ પ્રશાસને નિર્ભયાના દોષીને પૂછ્યું, ક્યારે મળશો પરિવારને

નવી દિલ્હી: આવનારી 3 માર્ચે સવારે 6 વાગ્યે નિર્ભયાના તમામ 4 દોષીને ફાંસી આપવામાં આવશે. ફાંસીને ધ્યાનમાં રાખી તિહાડ જેલ પ્રશાસન એક વખત ફરી સક્રિય થયું છે. તિહાડ જેલ સાથે જોડાયેલા અધિકારીઓ મુજબ, તમામ 4 દોષી (અક્ષય, મુકેશ, વિનય અને પવન)ને પોતાના પરિવારને અંતિમ મુલાકાત માટે પત્ર લખવામાં આવ્યો છે.

મુકેશ અને પવને અગાઉ 1 ફેબ્રુઆરી પરિવાર સાથે મુલાકાત કરી હતી. જ્યારે અક્ષય અને વિનયે જણાવવાનું છે કે, બન્ને ક્યારે પરિવારને મળશે. કોર્ટે આદેશ આપ્યો કે, તમામ 4 દોષી અક્ષય, મુકેશ, વિનય અને પવનને 3 માર્ચે સવારે 6 વાગ્યે ફાંસી પર લટકાવવામાં આવે અને જ્યાં સુધી તેનું મૃત્યુ ન થાય, ત્યાં સુધી લટકાવીને રાખવામાં આવે. ઉલ્લેખનીય છે કે, દોષી માટે ત્રીજી વખત ડેથ વૉરન્ટ જાહેર કરાયું છે.

ABOUT THE AUTHOR

...view details