ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના વાઇરસ : તિહાડ જેલથી 419 કેદીઓને અંતરિમ જામીન મળ્યા અને પેરોલ પર છોડાયા - Corona Latest News

સમગ્ર દેશમાં કોરોના વાઇરસનો કહેર વધી રહ્યો છે. સંક્રમણના ફેલાવાને ઓછો કરવા માટે કેન્દ્ર સરકાર દરેક સંભવ પગલા લઇ રહી છે. આ કડીમાં દિલ્હી સરકારે તિહાડ જેલમાં બંધ કુલ 419 કેદીઓને છોડવામાં આવ્યા છે. જેમાં 356 કેદીઓને 45 દિવસના અંતરિમ જામીન મળ્યા છે. જ્યારે 63 કેદીઓને ઇમરજન્સી પેરોલ પર છોડવામાં આવ્યા છે.

Etv Bharat, Gujarati NEws, Corona News, Delhi News
Corona Virus

By

Published : Mar 28, 2020, 11:11 PM IST

નવી દિલ્હી: કોરોના સંક્રમણના ફેલાવાની આશંકાને ધ્યાને રાખીને જેલમાંથી કેદીઓની ભીડ ઓછી કરવાના ઉચ્ચતમ ન્યાયાલયના આદેશના પાલનમાં દિલ્હી સરકારે તિહાડ જેલમાં બંધ કુલ 419 કેદીઓને છોડ્યા છે.

આ તકે 356 કેદીઓને 45 દિવસોના અંતરિમ જામીન આપ્યા છે. જ્યારે 63 કેદીઓને ઇમરજન્સી પેરોલ આપવામાં આવ્યા છે. જેલના અધિકારીઓએ આ વિશે જાણકારી આપી હતી.

આ તરફ ઉત્તર પ્રદેશ સરકારે પણ કેદીઓને અંતરિમ જામીન અને પેરોલ પર છોડવાની કાર્યવાહી શરૂ કરી છે. મહત્વનું છે કે, દેશભરમાં 918 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઇ છે. 19 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે, તો 80 દર્દીઓ સ્વસ્થ થઇને વિભિન્ન હોસ્પિટલમાંથી ગયા છે.

ABOUT THE AUTHOR

...view details