ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - ગુરુવારનો દિવસ તમારા માટે કેવો

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે ગુરુવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

By

Published : Feb 13, 2020, 6:01 AM IST

મેષ: લાંબાગાળાનું આર્થિક આયોજન કરવા માટે સાનુકૂળ દિવસ છે. આર્થિક અને વ્‍યાવસાયિક દૃષ્ટિએ લાભદાયક દિવસ હોવાનું લાગે છે. તન મનથી સ્‍ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. મિત્રો સ્‍વજનો તરફથી ભેટ સોગાદ મળે, તેમની સાથેનો સમય આનંદમાં પસાર થાય. તેમની સાથે કોઇ સમારંભ કે પર્યટનમાં જોડાવાની શક્યતાઓ ઉભી થાય. સદભાવના સાથે કરેલું પરોપકારનું કાર્ય આપને આંતરિક ખુશી આપશે.

વૃષભ: આજે આપની વાણીનો જાદૂ કોઇને અભિભૂત કરીને આપને લાભ અપાવશે. વાણીની સૌમ્‍યતા નવા સંબંધો બાંધવામાં સહાય કરશે. શુભકાર્ય કરવાની પ્રેરણા થાય. વાંચન- લેખન જેવી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં અભિરૂચિ વધશે. મહેનતનું અપેક્ષ‍િત પરિણામ ન મળવા છતાં આપના કામમાં ખંત અને ચીવટ આપની પ્રગતિ કરશે. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં સારો દેખાવ કરી શકશે. પ્રિયજનની મુલાકાત શક્ય બને. પેટની તકલીફ પરેશાન કરે.

મિથુન:દ્વિધામાં અટવાતું આપનું મન અગત્‍યના નિર્ણયો લેતા અટકાવશે માટે દરેક બાબતોને વ્યવહારુ અભિગમથી વિચારવી પડશે. વધુ પડતો વિચાર કરવાના બદલે કામ પર ધ્યાન આપશો તો પણ આપ બહેતર અનુભવ કરી શકશો. વધુ પડતી લાગણીશીલતા આપની મક્કમતાને ઢીલી બનાવશે. પાણી તથા અન્‍ય પ્રવાહી પદાર્થોથી કાળજી રાખવી. પરિવાર કે જમીન મિલકતને લગતી બાબતો અંગેની ચર્ચા અને પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવે છે. શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતાનો અભાવ રહે.

કર્ક:આજના દિવસ દરમ્‍યાન આપ તન મનથી પ્રફુલ્લિતતા તાજગીનો અનુભવ કરશો. નવા કાર્યનો આરંભ કરવા માટે સારો દિવસ છે. મિત્રો અને સ્‍નેહીઓ સાથેની મુલાકાતથી આનંદ થાય. કાર્ય સફળતાથી આપના ઉત્‍સાહમાં વધારો થશે. હરીફો અને પ્રતિસ્‍પર્ધીઓ પર વિજય મેળવી શકો. ભાઇ- બહેનોથી લાભ થાય. પ્રિયપાત્રના સહવાસથી મન રોમાંચિત બને. અન્‍યો સાથે લાગણીસભર સંબંધો બંધાય. આનંદમય પ્રવાસ થાય. નાણાકીય લાભ થાય. જાહેરમાં માન- સન્‍માન મળે.

સિંહ: આપનો વર્તમાન દિવસ મિશ્રફળદાયી રહેશે. કુટુંબના સભ્‍યો સાથે આપ સારી રીતે સમય વીતાવો. તેમનો સાથ સહકાર પણ સારો મળશે. આર્થિક ક્ષેત્રે આવક કરતાં જાવકનું પલ્‍લું નમતું રહે. સ્‍ત્રી મિત્રો આજે તમારી સહાયક બનશે. વાકછટાથી દરેકને વશ કરી શકશો. દૂર વસતા મિત્રો, સ્‍નેહીજનો સાથેના કોમ્‍યુનિકેશનથી આજે લાભ થાય. ગણતરીપૂર્વકનું પ્‍લાનીંગ કરવા જતાં લાંબા અને વધુ પડતા વિચારોના કારણે માનસિક દ્વિધામાં ગુંચવાયેલા રહેશો.

કન્યા: આપનો આજનો દિવસ એકંદરે સારી રીતે પસાર થશે. તન અને મન પ્રસન્‍ન રહેશે. મિત્રો- સ્‍નેહીઓ સાથે તાજગીસભર ઉલ્‍લાસપૂર્ણ મિલન થાય. સુંદર ભોજન અને દાંપત્યસુખની પ્રાપ્તિથી આપ સંતોષ અનુભવો. આનંદદાયક પ્રવાસની શક્યતા છે.

તુલા: આજે આપે આરોગ્‍યની વિશેષ કાળજી લેવી પડશે. માનસિક સ્‍વસ્‍થતા માટે મેડિટેશન અને ઈશ્વરના સ્મરણનો સહારો લઈ શકો છો. અવિચારી અને બેફામ વલણ ટાળવું અન્યથા આફત વધશે. વાણી પર સંયમ રાખવો પડશે, નહીં તો કોઇ સાથે ઝઘડો ટંટો થવાની સંભાવના નકારી શકાય નહીં. મોજશોખ અને મનોરંજન પાછળ ધનખર્ચ થાય. આ સમયે આધ્‍યાત્મિક વલણ સહાયરૂપ બનશે.

વૃશ્ચિક: વર્તમાન સમય આપના માટે લાભકારી અને શુભફળ આપનારો રહે. આપને સાંસારિક જીવનનો સુખદ અનુભવ થાય. લગ્‍ન કરવા ઇચ્‍છતા યુવક- યુવતીઓ માટે લગ્‍નના યોગ સર્જાય. નોકરી વ્‍યવસાયમાં વિશેષ લાભ થાય. સ્‍ત્રી મિત્રો થકી ફાયદો થાય. નોકરીમાં ઉચ્‍ચ અધિકારીઓ સાથેના કામની કદર કરશે. મિત્રો સાથેના કામની કદર કરશે. મિત્રો સાથે મુલાકાત અને રમણીય સ્‍થળે પર્યટન પર જવાની શક્યતા છે.

ધન: આપનો આજનો દિવસ શુભ ફળદાયક રહે. આપના ગૃહસ્‍થજીવનમાં આનંદ પ્રાપ્‍ત થશે. દરેક કાર્યમાં સફળતા મળે. ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ આપના પર રહે. પિતા અને વડીલ વર્ગ તરફથી લાભ થાય. વ્‍યવસાયના કાર્ય અર્થે પ્રવાસ થાય. પદોન્‍નતિ થાય. આર્થિક આયોજનો ખૂબ સારી રીતે પાર પાડી શકો.

મકર: આપનો આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. બૌદ્ધિક કાર્યો અને વ્‍યવસાયમાં આપ નવી વિચારસરણી અપનાવશો તેમજ લેખન સાહિત્‍યને લગતી બાબતોમાં આપની સર્જનશક્તિ વિકસશે. આપની માનસિક પરિસ્થિતિ બહુ સારી ન રહે માટે વધુ પડતું કામનું ભારણ ટાળીને શોખ પુરા થાય તેવા કાર્યોમાં પણ ધ્યાન આપવું. સંતાનોના પ્રશ્નો તમને મુંઝવશે. ખોટા ધનવ્‍યાપથી બચવું. માનસિક અજંપો અનુભવો. નાનકડા પ્રવાસની શક્યતા છે. રાજકીય મુશ્‍કેલીઓ નડે. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો.

કુંભ: આજે આપને અનૈતિક કૃત્‍યોથી દૂર રહેવું તેમજ કોઇપણ વસ્‍તુને સકારાત્‍મક દૃષ્ટિકોણથી જોવી. ખર્ચ વધવાના પરિણામે નાણાંભીડ રહે. ગુસ્‍સાની લાગણી પર કાબૂ રાખવો પડશે કારણ કે થોડુગણું પણ કામનું ભારણ વધશે તો પણ તમે અકળાઇ જાવ તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં ધીરજ અને સંયમ રાખવાની સલાહ છે. આર્થિક તંગીથી બચવા માટે શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી ખર્ચ ટાળવા. શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા માટે આધ્યાત્મિક બાબતોમાં ધ્યાન આપી શકો છો.

મીન: આજના દિવસે આપ આપની દૈનિક પ્રવૃત્તિઓમાંથી થોડી હળવાશ મેળવીને બહાર ફરવામાં તેમજ મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય ગાળવાનું પસંદ કરશો. કુટુંબીઓ, મિત્રો સાથે પ્રવાસ પર્યટન કે બહાર ભોજન લેવા જવાનું થાય. નાટક, સિનેમા વગેરે મનોરંજન સ્‍થળોની મુલાકાત થાય. આજે આપ તન અને મન બંનેથી પ્રફુલ્લિત રહેશો. દાંપત્‍યજીવનમાં મધુરતા છવાય. જાહેરજીવનમાં આપની પ્રતિષ્‍ઠા વધશે.

ABOUT THE AUTHOR

...view details