મેષ: આપને નવા કાર્યનો પ્રારંભ કરવાની મનોમન પ્રેરણા મળશે. તમે વિચારોમાં સ્થિરતા જાળવજો જેથી કેટલીક જરૂરી બાબતોમાં મુંઝવણ ટાળી શકો. નોકરી કે વ્યવસાયમાં સ્પર્ધાત્મક વાતાવરણ રહે તેમજ નાની મુસાફરી માટેના સંજોગો ઉભા થાય. ભાઇભાંડુઓ સાથે મનમેળ રહે, તેમનાથી લાભ થાય. સ્ત્રીઓએ વાણી પર કાબુ રાખવો.
વૃષભ: આ જો આપને મનમાં થોડી પણ દ્વિધા વર્તાય તો નિર્ણયો લેવાનું ટાળજો. મોટાભાગે તમે સ્થિર સ્થિતિમાં જ રહેશો પરંતુ ક્યાંક હાથમાં આવેલી તક ગુમાવવાનો વિચાર આવશે જે આપને વિચલિત કરવાનો પ્રયાસ કરશે. જક્કીવલણના કારણે કોઈની સાથે સંઘર્ષ ના થઈ જાય તેનું ધ્યાન રાખવું. લેખકો, કસબીઓ, કલાકારોને પોતાનો હુન્નર દાખવવાની તક સાંપડશે. આપની વાકપટુતા આપનું કામ પાર પાડશે અને અન્યને મોહિત કરશે. નવા કાર્યની શરૂઆત માટે હાલમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી પડશે.
મિથુન: આપનો આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ લાભદાયી નીવડશે. શારીરિક માનસિક રીતે આપ તાજગી અને પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. સ્વાદિષ્ટ ભોજન, સુંદર વસ્ત્ર પરિધાન અને મિત્રો તથા પરિવારજનોના સહવાસમાં આજનો દિવસ આનંદથી પસાર થાય. તેમના તરફથી ભેટ- ઉપહાર મળે. આર્થિક લાભ થાય. મનમાં ઉદભવતા નકારાત્મક વિચારોને હડસેલી દેવાની સલાહ આપવામાં આવે છે. દાંપત્યજીવનમાં મધુરતા રહે.
કર્ક: પરિવારમાં મનદુ:ખના પ્રસંગ ટાળવા માટે કોઈની સાથે ચર્ચામાં ઉગ્ર થવું નહીં અને દરેકને પૂરતો આદર આપવો. જો મનની દ્વિધા અનુભવાય તો, અગત્યના નિર્ણયો લેવાનું ટાળવું હિતાવહ છે. કોઇ સાથે ગેરસમજ કે વાદવિવાદ ઉભો થવાની શક્યતા છે. આરોગ્ય પ્રત્યેની બેદરકારી તમારી તંદુરસ્તી બગાડી શકે છે માટે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ સચેત રહેવું. કોર્ટ કચેરીના મામલામાં સંભાળીને કામ લેવું પડશે. ધનહાનિથી બચવા માટે આર્થિક નિર્ણયો સમજીને લેવા.
સિંહ: એકંદરે આજનો દિવસ આપના માટે સારો નીવડશે. તેમ છતાં દ્વિધાયુક્ત વલણ આપને કેટલીક સારી તકો ઝડપી લેવામાં અવરોધી શકે છે માટે આવી સ્થિતિમાં શક્ય હોય તો બીજાનું માર્ગદર્શન લઈને આગળ વધવું.. આપનું મન વિચાર વમળમાં ખોવાયેલું રહેતું હોય તો કામકાજ છોડીને થોડો સમય વિરામ કરવો અથવા મનપસંદ પ્રવૃત્તિમાં મન પરોવવાની સલાહ છે. નવા કાર્યોનો આરંભ કરવામાં સાવચેતી રાખવી. સ્ત્રી મિત્રોની મુલાકાત થાય અને તેમનાથી લાભ પણ થાય. મિત્રો સાથે સુંદર સ્થળે પ્રવાસ-પર્યટનનું આયોજન થશે. જે લાભદાયક હશે. વ્યાપારમાં પૂરતો લાભ મળે. ધનપ્રાપ્તિના યોગ છે.
કન્યા: નવા કાર્યોની શરૂઆત કરવા મનમાં ઘડેલી યોજનાઓ આજે સાકાર થશે. પિતા સાથેની આત્મીયતા વધે, તેમનાથી લાભ થાય. વેપારીઓ અને નોકરિયાત વર્ગને તેમના ક્ષેત્રમાં આગળ વધવાના યોગ છે. ધન, માન સન્માનમાં વૃદ્ધિ થાય. સરકાર તરફથી ફાયદો થાય. તંદુરસ્તી સારી રહે. ગૃહસ્થજીવનમાં સુખશાંતિ અને સંવાદિતા રહેશે. ઉઘરાણી કે વેપારના કામ અર્થે બહારગામ જવાનું થાય.