શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામાના એક વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં 3 આતંકી માર્યા ગયા હોવાની માહિતી સામે આવી છે. સુરક્ષા દળોને આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. જેથી સુરક્ષા દળોએ હાલ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
જમ્મુ-કાશ્મીરઃ પુલવામામાં 3 આતંકી ઠાર, એક જવાન શહીદ, સર્ચ ઓપરેશન શરૂ - આઈજી વિજય કુમાર
જમ્મુ-કાશ્મીરના પુલવામાના એક વિસ્તારમાં સૌનિકો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 3 આતંકીઓ ઠાર મરાયા છે. સુરક્ષા દળોએ હાલ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
![જમ્મુ-કાશ્મીરઃ પુલવામામાં 3 આતંકી ઠાર, એક જવાન શહીદ, સર્ચ ઓપરેશન શરૂ Kashmir's Pulwama](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8598320-338-8598320-1598648893075.jpg)
જમ્મુ-કાશ્મીરમાં પુલવામાના જદૂરા વિસ્તારમાં સુરક્ષાદળોએ શનિવારે સવારે ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતાં. આ અથડામણમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. આંતકીઓની ઓળખ થઈ શકી નથી. વિસ્તારમાં હાલ એક આતંકીના સંતાયા હોવાની આશંકા છે. એવામાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ પહેલા જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળોએ 4 આતંકીઓને ઠાર માર્યા હતા. કિલ્લોરા ગામમાં એન્કાઉન્ટરમાં હજુ કેટલાક આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળી છે. જેને લઈ સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.
જમ્મુ-કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યું કે, આજે શોપિયોના કિલ્લોરા વિસ્તારમાં એન્કાઉન્ટર થયું છે. જેમાં 4 આતંકીઓ માર્યા ગયા છે, તેમજ એક આતંકીને પકડી પાડવામાં આવ્યો છે. ઘટના સ્થળ પરથી મોટી માત્રામાં દારુ ગોળો મળી આવ્યો છે. પોલીસ સુત્રો અનુસાર આતંકીઓ વિરુદ્ધ અભિયાનમાં પોલીસ, ભારતીય સેના અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની ટીમ પણ સામેલ છે.