એસએસપી કઠુઆના જણાવ્યા અનુસાર પંજાબ-જમ્મુ કાશ્મીર બોર્ડર પાસે લખનપુરમાં એક સંદિગ્ધ ટ્રક મળી આવ્યો છે. આ ટ્રકમાં 6 એકે-47 મળી આવી છે.
જમ્મુ કાશ્મીરમાં પોલીસે શંકાસ્પદ ટ્રક ઝડપી પાડ્યો, 6 AK-47 સાથે 3 આતંકીની ધરપકડ - શંકાસ્પદ ટ્રક ઝડપી પાડ્યો
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે કઠુઆ જિલ્લામાં એક સંદિગ્ધ ટ્રકને ઝડપી પાડ્યો છે. આ ટ્રકમાંથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. પોલીસે 3 લોકોની ધરપકડ પણ કરી છે.
ani
પોલીસ હથિયાર બંધ ટ્રકની સાથે એક ડ્રાઈવર, ક્લીનર અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે કાશ્મીરમાં મોટા હુમલાના ષડયંત્રને ધ્વસ્ત કરી નાખ્યો છે. હાલ વિગતવાર જાણકારી માટે થો઼ડી રાહ જોવી પડશે. આ અગાઉ બુધવારે પોલીસે લશ્કરના મોસ્ટ વોન્ટેડ આતંકી આસિફને સોપોરમાં એક અથડામણ દરમિયાન ઠાર કર્યો છે.