જમ્મુ કાશ્મીરના પુલવામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ શરુ છે ત્યારે સુરક્ષાદળે 4 આતંકીને ઠાર માર્યા છે.
જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ, 4 આતંકી ઠાર - pulwama
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ શરુ છે. ત્યારે સુરક્ષાદળને મોટી સફળતા મળી છે. સેનાએ 4 આતંકીને ઠાર માર્યા છે. આ આતંકીઓ જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હતા.

ફાઇલ ફૉટો
હાલ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના લસ્સીપોરામાં આતંકવાદી અને સુરક્ષાદળ વચ્ચે અથડામણ શરુ છે. સુરક્ષાદળોએ એન્કાઉન્ટના સ્થળ પરથી ભારે માત્રામાં બંદૂક અને દારુગોળા પણ જપ્ત કર્યા છે.
આ ઉપરાંત 2 SPOને પણ ઠાર મરાયા છે, જેઓ ગુરુવારે સાંજે રાયફલ લઇને ફરાર થઇ ગયા હતા. આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાને પણ બંધ કરવામાં આવી છે.
Last Updated : Jun 7, 2019, 10:21 AM IST