શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી જિલ્લામાં સેનાએ લશ્કર-એ-તોઇબાના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ અંગે આઈજી મુકેશ સિંહ જણાવ્યું કે, સુરક્ષાબળોએ આ આતંકવાદીઓ પાસેથી એકે-56 રાઈફલ, બે પિસ્તોલ, ચાર ગ્રેનેડ અને એક લાખ રૂપિયા રોકડ સહિત દારુગોળો એને હથિયારો જપ્ત કર્યા છે.
જમ્મુ-કાશ્મીરઃ લશ્કર-એ-તોઇબાના 3 આંતકીની ધરપકડ - Rajouri
જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી જિલ્લામાં સેનાએ લશ્કર-એ-તોઇબાના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે.
vc
તમને જણાવી દઈએ કે, એનઆઈએ પણ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને કેરળના અનાર્કુલમમાં અલકાયદા આતંકી સંગઠનના એજન્ટોની ધરપકડ કરી હતી. એક રેડ દરમિયાન એનઆઈએ એ અલકાયદાના નવ આતંકવાદીઓની ધરપકડ કરી છે.
એવામાં જમ્મુ-કાશ્મીરમાં પણ સેના દ્વારા ફરી ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જેની પુષ્ટી ખુદ આઈજી મુકેશ સિંહે કરી છે. સેનાએ આ આંતકીઓ પાસેથી અનેક સામગ્રી કબ્જે કરી છે. જેમાં રોકડ રકમ, રાઈફલ, હથિયારો અને દારુગોળો હતો.