ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુરુગ્રામમાં એક જ દિવસમાં દુષ્કર્મના 3 કેસ નોંધાયા - ગુરૂગ્રામમાં બાળકી સાથે દુષ્મકર્મ

ગુરુગ્રામમાં શનિવારે એક જ દિવસે દુષ્કર્મના ત્રણ કેસ નોંધાયા છે. જેમાંથી એક કેસમાં આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

gurugram
gurugram

By

Published : May 24, 2020, 11:27 AM IST

ગુરુગ્રામ: લોકડાઉન દરમિયાન શનિવારે ગુરુગ્રામમાં ત્રણ સ્થળોએથી દુષ્કર્મના કેસ નોંધાયા છે. પહેલો કિસ્સો 30 વર્ષીય યુવતીનો છે, જે મૂળ યુપીના કાનપુરની છે. મહિલાનો આરોપ છે કે, તે આરોપી ભરવાની રહેવાસી નરેન્દ્ર ધામી સાથે ઓફિસમાં કામ કરે છે. આ સમય દરમિયાન આરોપીએ તેની સાથે અનેક વખત દુષ્કર્મ ગુજાર્યો હતો.

લગ્ન કરવાને બહાને 3 વર્ષ સુધી શારીરિક સંબંધ બનાવ્યો

આરોપ છે કે યુવક તેની સાથે લગ્ન કરવાની ખાતરી આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધતો હતો. 3 વર્ષ દરમિયાન, મહિલા ત્રણથી ચાર વખત ગર્ભવતી થઈ, પછી આરોપીએ દર વખતે તેની કસુવાવડ કરાવી હતી. જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે આરોપીએ ના પાડી હતી. જોકે, યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ સહિતની અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો છે.

બીજા કિસ્સામાં, જયપુરની રહેવાસી 27 વર્ષીય મહિલાએ વકીલ પર આરોપ લગાવ્યો છે કે, તેણીને ઘરે બોલાવી તેની પર દુષ્કર્મ ગુજાર્યો હતો. મહિલાનો આરોપ છે કે, 18 મેના રોજ તે ડીએલએફ -3 ના નિવાસી વકીલ અમન શ્રીવાસ્તવ પાસે એક કેસ મામલે આવી હતી. ત્યારે આરોપીએ મહિલા સાથે દુષ્મકર્મ આચર્યુ હતું. યુવતીની ફરિયાદના આધારે ડી.એલ.એફ. ફેઝ -3 પોલીસે મથકે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

13 વર્ષની બાળકી પર દુષ્કર્મ

અન્ય એક કેસમાં ખેરકી ડૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 વર્ષની બાળકીનો નોંધાયો હતો. જેમાં અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યો છે. આરોપી પડોશમાં રહેતો યુવક હતો. પીડિતાની માતાના જણાવ્યા મુજબ, 20 મેના રોજ આરોપી તેને રાતના અંધારામાં એક નિર્જન સ્થળે લઈ ગયો, જ્યાં બાળકી પર દુષ્કર્મ ગુજાર્યો હતો.

પરિવારજનોની ફરિયાદના આધારે ખેરકી દૌલા પોલીસ મથકે અગાઉ અજાણ્યા સામે અપહરણનો ગુનો નોંધ્યો હતો. બાદમાં મહિલા પોલીસ સ્ટેશન માનેસર પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details