ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતાં ત્રણ લોકોનાં મોત - ભૂસ્ખલન

શુક્રવાર સવારે ઋષિકેશ-ગંગોંત્રી હાઈવે પર હિંડોલાખાલ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મૂશળધાર વરસાદના કારણે ભૂસ્ખલન થવાથી એક મકાન ધરાશાયી થયુ હતું. આ ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ લોકોનાં મૃત્યુ થયા છે.

a
ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતાં ત્રણ લોકોનાં મોત

By

Published : Jul 31, 2020, 4:09 PM IST

ટિહરીઃ ઋષિકેશ - ગંગોંત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હિંડોલાખાલ પાસે રસ્તાનો એક ભાગ તુટી પડવાથી મકાન જમીનદોસ્ત થયું હતું. મકાનનાં કાટમાળ નીચે ત્રણ લોકો દબાયા હતાં. જેમને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ હતું. આ ઘટનાની જાણ થતાં એસડીએમ નરેન્દ્ર નગર યુક્તા મિશ્ર, સ્થાનિ પોલીસ અધિકારી પ્રમોદ શાહ અને SDRFની ટીમ સ્થળ પર પહોંચી હતી.

આ ઘટનામાં ધર્મસિંહ નામના વ્યક્તિના બે બાળકો અને એક સંબંધીનું મોત થયુ હતું. જો કે, ઘર્મસિંહનો ચમત્કારીક બચાવ થયો હતો. ઑલ વેદર રોડ કંપનીની તકલાદી કામગીરીના કારણે રોડ તુટી ગયો હોવાના આક્ષેપ થયા છે. ભૂતકાળમાં પણ આ એજન્સી સામે અનેક સવાલો ઉભા થયા હતાં.

ઘટના સર્જાયા બાદ એજન્સીના અધિકારીઓ પહોંચ્યા હતાં. પરંતુ લોકોનો આક્રોશના કારણે તેઓ નરેન્દ્ર નગર પોલીસ સ્ટેશનમાં શરણ લેવા પહોંચ્યા હતાં. ગુસ્સે ભરાયેલા લોકોએ કંપનીની તકલાદી કામગીરીની તપાસ કરવા અને એજન્સી સામે હત્યાનો ગુનો દાખલ કરવાની પ્રચંડ માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details