ઝાંસીઃ ચિરગામના થાણા ક્ષેત્રમાં એક પરિવારના ત્રણ સભ્યો ઝેર પીને આત્મહત્યા કરી હતી. અરવિંદ, પત્ની રેખા અને બાર વર્ષના પુત્ર નૈતિકે ઝેર પીને આત્મહત્યા કરી હતી. જેમાં અરવિંદ અને રેખાનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું. જ્યારે મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન પુત્ર નૈતિકનું મોત થયું હતું.
ઝાંસીમાં એક જ પરિવારના ત્રણ લોકોએ ઝેર પીને આત્મહત્યા કરી - એક જ પરિવારના ત્રણ લોકોએ ઝેર પીને આત્મહત્યા કરી
ઉત્તરપ્રદેશમાં એક જ પરિવારના ત્રણ સભ્યો ઝેર પીને આત્મહત્યા કરી લેતા હાહાકાર સર્જાયો છે. અરવિંદ, પત્ની રેખા અને બાર વર્ષના પુત્ર નૈતિકે ઝેર પીને આત્મહત્યા કરી હતી. જેમાં અરવિંદ અને રેખાનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું. જ્યારે મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન પુત્ર નૈતિકનું મોત થયું હતું.
આ ઘટનાની સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. બે મહિના પહેલા જ પુત્રીના મોતની ઘટનાથી દંપતી માનસિક રીતે અસ્વસ્થ હતું. નૈતિકે તેના કાકાને ઝેરની ઘટનાની જાણકારી આપી હતી. પરંતુ ત્યાં સુધીમાં અરવિંદ અને રેખાનું મોત થઈ ચૂક્યું હતું. નૈતિકને તાત્કાલિક મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચી શક્યો નહોતો.
ઘટનાની જાણ થતાં પોલીસે ત્રણેયના મૃતદેહને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. એસપી દેહાત રાહુલ મીઠાસ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટનાની તપાસ કરી હતી. જ્યાં સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. હાલ, પોલીસે ઘટનાની તપાસ કરીને આગળને કાર્યવાહી હાથ ધરી છે.