નિઝામાબાદ: જિલ્લાના તાગિલેપલ્લીમાં દિવાલ ધરાશાયી થતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનામાં ત્રણને ગંભીર ઇજાઓ પહોંચી છે. પરિવારના સભ્યો સૂતા હતા, ત્યારે અચાનક દિવાલ ધરાશાયી થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે બોધન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
નિઝામાબાદમાં દિવાલ ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત - નિઝામાબાદમાં દિવાલ ધરાશાયી
કોરોના સંકટ વચ્ચે નિઝામાબાદ જિલ્લામાં દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. આ મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ છે.
Three people died in a wall collapsed incident at Nizamabad district.
મૃતકોની ઓળખ લક્ષ્મી (30), તેનો પતિ શ્રીનિવાસ અને 11 વર્ષનો પુત્ર સાઇ તરીકે થઈ હતી. જ્યારે અન્ય ત્રણ પુત્રીઓ ઇજાગ્રસ્ત થઈ છે.