ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરાખંડમાં વધુ 3 કોરોના પૉઝિટિવ કેસ નોંધાયા - કોરોના વાઈરસ ન્યૂઝ

ઉત્તરાખંડમાં કોરોના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેમાં વધુ ત્રણ લોકોનો સમાવેશ થયો છે. મળતી માહિતી પ્રમાણે ગુરુવારે સાંજે ત્રણ લોકોની રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ઉત્તરાખંડમાં વધુ 3 કોરોના પૉઝિટીવ કેસ નોંધાયા
ઉત્તરાખંડમાં વધુ 3 કોરોના પૉઝિટીવ કેસ નોંધાયા

By

Published : Apr 3, 2020, 12:05 PM IST

દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં ત્રણ લોકોના કોરોના પોઝિટિવ આવ્યા છે. જેની સાથે કોરોના વાઈરસના કેસ વધીને 10 પર પહોંચી છે. હાલ, પ્રશાસન આ ત્રણ લોકોની તપાસ કરી રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, ગુુરૂવારે સાંજે ઉત્તરાખંડ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર, 3 લોકોને કોરોના પોઝિટિવ છે. તે જાણીને પ્રશાસનમાં હડકંપ મચી છે.

આ 3 દર્દીઓની માહિતી બહાર આવતા પ્રશાસને દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરી રહ્યું છે. સાથે જ સમગ્ર રાજ્યમાં કડક બંદોબસ્ત ગોઠવ્યો છે.

દર્દી નિઝામુદ્દીન મરકજમાં સામેલ હોવાની શંકા

મળતી મહિતી પ્રમાણે, આ 3 દર્દીઓ થોડા દિવસ પહેલા દિલ્હીના નિઝામુદ્દીનમાં થયેલા મરકજમાં સામેલ થયા હતાં. જેમાં તેઓ કોરોનાનો શિકાર થયા હોવાની આશંકા છે.

ABOUT THE AUTHOR

...view details