શ્રીનગર: મંગળવાર સાંજે જમ્મુ અને કાશ્મીર પોલીસ, CRPF અને સેનાની સંયુક્ત ટીમે ત્રાલમાં આતંકીની હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારનો ઘેરાવ કર્યો હતો અને પછી આંતકી અને સેના વચ્ચે અથડામણ શરૂ થઇ હતી.
JK: પુલવામાના ત્રાલમાં સેનાને મોટી સફળતા, 3 આંતકી ઠાર
જમ્મુ કાશ્મીરના પુલવામાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળોએ મંગળવારની મોડી રાત્રે 3 આંતકીઓને ઠાર માર્યા છે. આ આંતકીઓની ઓળખાણ નથી થઇ, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, તેઓ સ્થાનિક આંતકી છે. ઠાર આતંકીઓ પાસેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યાં છે.
જમ્મુ-કાશ્મીર પોલીસના મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું કે, ત્રણ મૃતદેહ મળ્યાં છે. તેમની ઓળખાણ કરવામાં આવી રહી છે. ઠાર આંતકીઓ પાસેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યાં છે. જમ્મુ અને કાશ્મીરમાં ISI હુમલો કરવાનું ષંડયત્ર રચી રહ્યું હતું. ISI પુલવામા જેવા હુમલો કરવાની તૈયારીમાં હતું.
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ બઘા આંતકી સંગઠનોની સાથે મળીને નવુ ગ્રુપ બનાવ્યું છે. જેની આગેવાની જૈશ-એ-મોહમ્મદ કરી રહ્યું છે. આ ગ્રુપનું નામ ગજનવી ફોર્સ રાખવામાં આવ્યું છે. સુત્રોના પ્રમાણે જૈશ, લશ્કર, હિઝબુલ અને અંસાર ગઝવત ઉલ હિંદનું નવું ગ્રુપ કાશ્મીરમાં સુરક્ષા દળો પર IED હુમલો કરી શકે છે. સુરક્ષા દળો પર આતંકી ગાડીમાં IEDથી હુમલો કરી શકે છે. ઈનપુટ મળ્યા બાદ સુરક્ષા દળો એલર્ટ પર છે.