શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. ત્રાલના ચેવા ઉલ્લાર વિસ્તારમાં આ અથડામણ ગુરુવાર સાંજથી શરુ થઇ હતી, જે 12 કલાકથી પણ વધુ સમય ચાલી હતી.
આ પહેલા ગુરુવારે સોપોરમાં થયેલી અથડામણમાં પણ સુરક્ષાબળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. ગુરુવારે મળેલી વધુ એક સફળતામાં સુરક્ષાબળોએ બડગામમાં ટેરર મોડ્યુલનો ભાંડો ફોડીને આતંકીઓના પાંચ સહયોગીની ધરપકડ કરી હતી.