નવી દિલ્હી: કોરોના વાઇરસ મહામારી વચ્ચે કોંગ્રેસ પાર્ટી છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ સક્રિય જોવા મળી રહી છે અને સરકાર પર સતત હુમલો કરી રહી છે. કોંગ્રેસના આ હુમલાનો જવાબ આપ્યો ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, ગાંધી પરિવારના લોકોએ ક્વોરેન્ટાઇન કરી દેવા જોઈએ.
પ્રવેશ વર્માનો ગાંધી પરિવાર પર વાક્ હુમલો, જાણો શું કહ્યું? - new delhi
ભાજપના સાંસદ પ્રવેશ શર્માએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, ગાંધી પરિવારના લોકોને કવોરોન્ટાઇન કરી દેવા જોઇએ.
તેમણે કહ્યું કે, "જ્યારથી લોકડાઉન થયું છે ત્યારથી બધા નાગરિકો વડા પ્રધાન જે કહેતા હતા તે જ કરી રહ્યાં છે, તેમનો સાથ આપી રહ્યાં છે, દરેક તપસ્ય કરી રહ્યાં છે, બે મહિનાથી તેમના ઘરે બેઠા છે. બધા ધંધા બંધ છે. વ્યવસાયમાં નુકસાન થઇ રહ્યું છે કારણ કે આ એક ઇમરર્જન્સી સ્થિતિ છે.પરંતુ આવામાં એક કુટુંબ, જેમણે આ દેશ પર 50 વર્ષ શાસન કર્યું.
તેમણે કહ્યું કે, કોંગ્રેસ વારંવાર ભયભીત પરિસ્થિતિનું નિર્માણ કરી રહી છે. દેશની જનતાને ગેરમાર્ગે દોરે છે. તેથી મેં કહ્યું કે, જ્યાં સુધી કોરોના વાઇરસ પૂરો ના જાય ત્યાં સુધી આ ત્રણેયને કવોરોન્ટાઇન કરી દેવા જોઇએ. લોકોની અંદર ગભરાટ ફેલાવવીએ સારી વાત નથી. "