પ્રયાગરાજ: કોરાવ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં જમીનના વિવાદમાં બે પક્ષો વચ્ચે મારામારી થતા ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતાં ઉપરી અધીકારી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને પક્ષની પૂછપરછ કર્યા બાદ આરોપીની ધરપકડ કરી હતી.
10 લોકોની કરવામાં આવી ઘરપકડ
પ્રયાગરાજ આઈજી કે.પી.સિંહે જણાવ્યું હતું કે, બંને પક્ષો વચ્ચે જમીનના વિવાદને કારણે બીજી પાર્ટીએ લાકડીઓ વડે એક તરફ હુમલો કર્યો હતો. હુમલાને કારણે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ માર મારવાને કારણે મોત નીપજ્યું હતું અને બે અન્ય લોકોનું હોસ્પિટલમાં મોત થયું હતું. બીજી તરફ કાર્યવાહી કરતાં એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા થતાં પોલીસે 10 લોકોની ઘટના સ્થળે ધરપકડ કરી છે. જેમાંથી 6 પુરુષ અને ચાર મહિલા છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. સાકોટની ટીમ ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ કરી રહી છે.
પ્રયાગરાજમાં જમીનના વિવાદમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા 40 વર્ષ જૂનો જમીનનો વિવાદ હતો
આઇ.જી. ઝોન કે.પી.સિંહે માહિતી આપતી વખતે જણાવ્યું હતું કે, ખેતી કરેલી જમીનો પર ખેડાણ કરવા પર 40 વર્ષથી જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. જેના કારણે બંને પક્ષે ઝઘડો થયો હતો, લાકડીઓ વડે માર માર્યો હતો. હુમલોના કારણે એક બાજુના એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. પોલીસ ટીમ ઘટનાની તપાસમાં લાગી છે. આ ઘટનામાં સામેલ તમામ આરોપીઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.