ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટક સરકારમાં 3 નાયબ મુખ્યપ્રધાન બનાવાયા - યેદિયુરપ્પા સરકાર

બેંગલુરૂ: કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પા સરકારમાં ત્રણ નાયબ મુખ્યપ્રધાન હશે. રાજભવન તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે, રાજ્યપાલ વજૂભાઈ વાળાએ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાની સલાહ પર ગોવિંદ કરજોલે, સી.એન. અશ્વથ નારાયણ અને લક્ષ્મણ સવાદીને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની જાહેરાત કરી છે.

uians

By

Published : Aug 26, 2019, 10:52 PM IST

રાજ્યપાલે અન્ય 14 પ્રધાનોને પણ વિભાગો વહેંચી દીધા છે. આ વિભાગના પ્રધાનો 21 ઓગસ્ટના રોજ શપથ લીધાને એક અઠવાડિયા બાદ કરવામાં આવ્યું છે.

યેદિયુરપ્પા 26 જૂલાઈના રોજ ચોથી વાર રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. 29 જૂલાઈના રોજ તેમણે વિધાનસભામાં વિશ્વાસ મત પ્રાપ્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details