ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓડિશામાં ઘાસના ઢગમાં લાગી આગ, ત્રણ બાળકોના મોત - કાલાહાંડી

કાલાહાંડી: ઓડિશાના કાલાહાંડી જિલ્લામાં એક હ્રદય દ્વાવક ઘટનામાં ત્રણ બાળકોના મોત નિપજ્યા છે. આ ઘટના બિજમારા ગામની છે, જ્યાં ત્રણ બાળકો ઘાસના ઢગ પાસે રમી રહ્યા હતાં. તે દરમિયાન ઘાસમાં અચાનક આગ લાગી હતી, જેની ઝપેટમાં આવી જતા ત્રણ બાળકોના મોત નિપજ્યા હતાં.

ઓડિશામાં ઘાસના ઢગમાં લાગી આગ, ત્રણ બાળકોના મોત
ઓડિશામાં ઘાસના ઢગમાં લાગી આગ, ત્રણ બાળકોના મોત

By

Published : Dec 1, 2019, 11:21 AM IST

આ ઘટનામાં ભોગ બનેલા બાળકોની ઉંમર ચાર અને પાંચ વર્ષની છે. આ ઘટના બાદ સ્થાનીક લોકોએ બાળકોને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતાં. જ્યાં પહોંચતા બાળકોના શરીરનો 80થી 90 ટકા ભાગ આગની ઝપેટમાં આવી ગયો હતો. જેનેથી બાળકોની સ્થિતિ વધુ ગંભીર થતા ભવાનીપટની હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યાં હતાં.

તે સમયે એક બાળકનું રસ્તામાં મોત નિપજ્યુ હતું અને અન્ય બે બાળકોના હોસ્પિટલમાં સારવાર બાદ મોત નિપજ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details