ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુશાંત સિંહ મોત મામલે એમ્સનો રિપોર્ટ, આ અંગે સંજય રાઉતે આપી પ્રતિક્રીયા - સુશાંત સિંહ મોત મામલે એમ્સનો રિપોર્ટ

સુશાંત સિંહની શંકાસ્પદ મોત મામલે સીબીઆઈનો રિપોર્ટ આવી ગયો છે. જેમાં સુશાંતે આત્મહત્યા કરી હોવાની પુષ્ટી થઇ છે. ત્યારે શિવસેના નેતા સંજય રાઉતે આ મુદ્દે નિવેદન આપ્યું છે.

v
v

By

Published : Oct 5, 2020, 2:00 PM IST

મુંબઈઃ બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહની શંકાસ્પદ મોત મામલે રાજકીય નિવેદન આવી રહ્યાં છે. સીબીઆઈ દ્વારા ગઠિત એઈમ્સ પેનલની રિપોર્ટે સુશાંતે આત્મહત્યા કરી હોવાની પુષ્ટી કરી છે. એઈમ્સની રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો કોઈ ઉલ્લેખ નથી.

આ અંગે શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, એઇમ્સ ફોરેન્સિક મેડિકલ બોર્ડના વડા ડો.સુધીર ગુપ્તાનો આ રિપોર્ટ છે. શિવસેના સાથે તેમનો કોઈ રાજકીય સંબંધ નથી કે કોઈ પ્રકારનો સંબંધ નથી. ' રાઉતે કહ્યું, 'શરૂઆતથી જ આ મામલામાં મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. જો હવે સીબીઆઈની તપાસ પર પણ વિશ્વાસ કરવામાં આવી રહ્યો નથી, તો અમે અવાક છીએ.'

સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે સીબીઆઈ તપાસ સામે આવ્યું છે કે સુશાંત સિંહ એક ચરિત્રહિન અને ચંચળ કલાકાર હતાં. સીબીઆઈ પહેલા આ મામલે મુંબઈ પોલીસ તપાસ કરી રહી હતી. પરંતુ મુંબઈ પોલીસ પર સવાલ ઉઠતાં આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.

સુશાંત સિંહ કેસ મામલે ખુબ જ રાજકારણ થયું છે. અનેક નેતાઓ પોતાના નિવેદનો આપ્યાં હતાં. અને આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવવાના પ્રયાસો થયા હતાં.

ABOUT THE AUTHOR

...view details