મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતા એક યુવકને તેનું નામ જ તેના માટે અવરોધરુપ બન્યું છે. જી હા, તે યુવકનું નામ રાહુલ ગાંધી હોવાથી કોઈ કંપની મોબાઈલનું સિમકાર્ડ આપતી નથી. તેમજ તેને ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવામાં પણ આ નામ અવરોધ બની રહ્યું છે. જયારે તે યુવક પોતાનું આઈડી કાર્ડ બતાવી પોતાની ઓળખાણ સાબિત કરે છે, તો લોકો તે કાર્ડને નકલી માની પૂછપરછ કરવા લાગે છે. આટલું જ નહીં, રાહુલ ગાંધી નામ હોવાથી તે યુવકના મિત્રો તેને 'પપ્પુ' કહી બોલાવે છે. જેથી તે માનસિક રીતે પણ હેરાન થાય છે.
'રાહુલ ગાંધી' નામ આ યુવક માટે માથાનો દુખાવો બની ગયું, જાણો શું છે આ યુવકની દુ:ખદ કહાની - ગુજરાતી સમાચાર
ઈન્દોરઃ કોઈ પણ વ્યક્તિનું નામ રાહુલ ગાંધી હોવુ એ પણ એક મુસીબત સમાન સાબિત થઈ રહ્યું છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવી જ કઈંક મુસીબતનો સામનો એક યુવક કરી રહ્યો છે, જેનું નામ છે રાહુલ ગાંધી. તો ચાલો જાણીએ કે, તેનું નામ રાહુલ ગાંધી હોવાથી તેને કેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
!['રાહુલ ગાંધી' નામ આ યુવક માટે માથાનો દુખાવો બની ગયું, જાણો શું છે આ યુવકની દુ:ખદ કહાની](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3993487-thumbnail-3x2-gandhi.jpg)
'રાહુલ ગાંધી' નામ હોવું એ પણ મુસીબતી સમાન છે, જાણો આ યુવકની કહાની
'રાહુલ ગાંધી' નામ હોવું એ પણ મુસીબતી સમાન છે, જાણો આ યુવકની કહાની
ઈન્દોરમાં રહેતા આ વેપારી રાહુલના નામ સાથે જોડાયેલા તેના ઉપનામને કારણે પરેશાન છે. હકીકતમાં રાહુલના પિતા BSFમાં નોકરી કરતા હોવાથી અધિકારીઓ તેમને ગાંધી કહી બોલાવતા હતા. જેથી તેના પિતાએ રાહુલનું ઉપનામ ગાંધી રાખી દીધુ અને બાદમાં તે નામ સત્તાવાર પણ થઈ ગયું. તેના તમામ મહત્વના દસ્તાવેજો અને આધારકાર્ડમાં પણ તેનુ નામ રાહુલ ગાંધી જ છે. જેથી આ નામને કારણે તેને અનેક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે.