- રાહુલ ગાંધીની પહેલી રેલી ચંપારણમાં યોજાઈ
- સંબોધનમાં વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું
- રોજગાર, સ્વાસ્થ્ય બિહાર, કાળા કૃષિ કાયદા રદ જેવા કામ માટે બિહારની જનતાને વચન આપ્યું
પટના: રાહુલ ગાંધી બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાના ગઠબંધન માટેના પ્રચાર માટે પશ્ચિમ ચંપારણ પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની પહેલી રેલી ચંપારણમાં યોજાઈ હતી. તેમણે પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, પીએમ થોડા વર્ષો પહેલા અહીં આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આ શેરડીના વિસ્તારમાં શુગર મિલ શરૂ કરશે, ત્યારે હું આ ખાંડ ચામાં ભેળવીને પીશ.
રાહુલે યુવાનોને રોજગારનું આપ્યું વચન
રાહુલ ગાંધીએ સંબોધનમાં કહ્યું કે, સાડા ચાર લાખ ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરીને યુવાનોને રોજગાર આપશે. યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે, હવે પુષ્કળ રોજગાર મળશે, યુવાનો બેકાર નહીં રહે, કારણ કે મહાગઠબંધન સરકાર સત્તા પર આવી રહી છે.
સ્વાસ્થ્ય બિહાર
વધુમાં ગાંધીએ કહ્યું હતું કે, બિહારની આરોગ્ય સેવાઓમાં પરિવર્તન લાવીને તેમને મજબૂત બનાવવામાં આવશે. જીડીપીના 8થી 10 ટકા સ્વાસ્થ્ય સેવાઓ માટે ખર્ચ કરવામાં આવશે. હવે બિહાર સ્વસ્થ રહેશે. કારણ કે આજે બિહાર બદલાશે.