ગુજરાત

gujarat

By

Published : Dec 12, 2019, 10:32 AM IST

Updated : Dec 12, 2019, 5:11 PM IST

ETV Bharat / bharat

રાજસ્થાનના એક ગામમાં પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ, શરૂ કરી 'નો પ્લાસ્ટિક, લાઈફ ફેન્ટાસ્ટિક' ઝૂંબેશ

રાજસ્થાનઃ રાજ્યના કેશવપુરા ગામમાં પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવાની પહેલ કરાઈ છે. જેમાં Etv bharat જોડાયું છે. આ ઝુંબેશનું નામ 'નો પ્લાસ્ટિક, લાઈફ ફેન્ટાસ્ટિક' રાખ્યું છે.

રાજસ્થાનના એક ગામે પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો બંધ
રાજસ્થાનના એક ગામે પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો બંધ

હાલ, પર્યાવરણને બચવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે અનેક ઝૂંબેશ હાથ ધરવામાં આવે છે. ત્યારે રાજસ્થાનના કેશવપુરા ગામે પ્લાસ્ટિકના ઉપયોગ બંધ કરવાનો નિર્ણય કરી સમગ્ર દેશને પર્યાવરણને જાળવવા માટેનો ઉદ્દેશાત્મક સંદેશ આપ્યો છે.

છેલ્લા કેટલાય સમયથી અનેક સામાજિક સંસ્થાઓ અને રાજનેતાઓ પર્યાવરણને બચાવવાની ફક્ત ભાષણબાજી કરી રહ્યાં છે. ત્યારે રાજસ્થાનમાં આવેલાં આ નાનકડાં ગામે નો પ્લાસ્ટિક યૂઝનો નિર્ણય કરી લોકોને પ્રદૂષણ ન કરવાનો લોકસંદેશ આપ્યો છે.

વડાપ્રધાન મોદીએ સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા આહ્વાન કર્યુ હતું

મળતી માહિતી પ્રમાણે, આ ગામમાં પ્લાસ્ટિકના કારણે ઘણા પશુઓના મોત થયા હતાં. જેથી ગ્રામજનોએ 11 જુલાઈ, 2019ના રોજ પ્લાસ્ટિક ભેગું કરી તેનો નાશ કર્યો હતો. સાથે જ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીએ પણ સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ બંધ કરવાનું આહ્વાન કર્યુ હતું. જેનો મુખ્ય ઉદ્દેશ દેશને પ્લાસ્ટિક મુક્ત કરવાનો હતો.

Last Updated : Dec 12, 2019, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details