રાજસ્થાન: એક સગર્ભા સ્ત્રીને આરામ કરવો જોઈએ. તેને પોતાના આવનાર બાળકની અને પોતાની સાર-સંભાળ રાખવી જોઈએ. જો કે, કોરોના વાઈરસના રોગચાળા અને લોકડાઉન વચ્ચે એક સાત મહિનાનો ગર્ભ ચલાવતી સ્ત્રીએ ઘરે પહોંચવાની આશામાં હજારો કિલોમીટરનું અંતરે ચાલીને કાપ્યું છે. જ્યારે નેતાઓ દાવો કરી રહ્યા છે કે, કોઈ પણ સ્થળાંતર કરનારા મજૂર ચાલીને ઘરે જઈ રહ્યા નથી.
7 મહિનાનો ગર્ભ ધરાવતી સોનેન્દ્રી દેવી છેલ્લા 10 દિવસથી પરિવાર સાથે સુરતથી ભરતપુર જઈ રહી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, કોઈએ તેને મદદ કરવા માટે પુછ્યું છે કે કેમ? આ વાતનો જવાબ આપતા તેને કહ્યું કે, કોઈએ તેની હાલત પર દયા નથી ખાધી. તેને બસ અથવા અન્ય કોઈ વાહન દ્વારા ઘરે પહોંંચાડવા માટે સહમત થયા ન હતા.