ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તો અમેરિકામાં મોદીનો છે આ એજેન્ડા! - વિદેશપ્રધાન ડૉ. એસ જયશંકર લેટેસ્ટ અપડેટ

ન્યૂઝ ડેસ્કઃ અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અમુક દિવસોમાં ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમમાં રહેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મંચ શેર કરશે. ઉર્જાની મોટી કંપનીઓની સાથે વાતચીત પણ કરશે અને જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ દ્વારા આયોજીત શિખર સમ્મેલનમાં ભાષણ અને પાકિસ્તાન સાથેના તણાવો વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સંબોધન જેવા પ્રમુખ કાર્યક્રમો પર બધાની નજર રહેશે.

તો અમેરિકામાં મોદીનો છે આ એજેન્ડા!

By

Published : Sep 20, 2019, 11:18 PM IST

શુક્રવારે PM મોદી અમેરિકા જવા રવાના થશે. અમેરિકાના બે પ્રમુખ શહેરો હ્યુસ્ટન અને ન્યૂયોર્કમાં તેમની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. હ્યુસ્ટનને દુનિયાના ઉર્જાની રાજધાની એટલે કે, એનર્જી કેપિટલ પણ કહેવામાં આવે છે. શનિવારે ત્યાં પહોંચ્યા બાદ મોદી એક્સોકોનોબિલ અને બીપી સહિત 16 પ્રમુખ ઉર્જા ફર્મોના CEO સાથે બેઠક યોજશે. વડાપ્રધાન તરીકે મોદીનો આ ચોથો અમેરિકાનો પ્રવાસ છે.

બેઠક પહેલા વિદેશ સચિવ વિજય ગોખલેએ ક્હ્યું કે, 'ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા વેપારમાં ઉર્જા પ્રમુખ ઘટક તરીકે સામે આવ્યું છે. અમેરિકાથી લગભગ ચાર બિલિયન ડૉલર તેલ અને ગેસની આયાત કરવામાં આવે છે અને અહીંયા આ કંપનીઓની સાથે બેઠક થવાનો અર્થ એ છે કે, આપણે બતાવવા ઇચ્છીએ છીએ કે, ભારત ન માત્ર એક મહત્વપૂર્ણ બજાર છે, પરંતુ રોકાણ અને અન્ય આર્થિક અવસરો પર પણ ચર્ચા કરવામાં આવશે.'

22 સપ્ટેમ્બર એટલે કે, રવિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન મોદીની સાથે બહુપ્રતિક્ષિત હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે. તેનું આયોજન પ્રવાસી ભારતીય સમુદાયે કર્યું છે. આ કાર્યક્રમમાં લગભગ 50 હજાર ભારતીય-અમેરિકીઓ ભાગ લેશે. પ્રથમવાર કોઇ વર્તમાન અમેરિકી રાષ્ટ્રપતિ કોઇપણ ભારતીય PMની રેલીમાં ભાગ લેશે. આ ભારતીય સમુદાયના વધતા રાજકીય પ્રભાવને દર્શાવે છે.

જો કે, વડાપ્રધાન મોદી જ્યારે પણ બહાર જાય છે, ત્યારે ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે. આ તેમનો ટ્રેડમાર્ક બની ગયો છે. હ્યુસ્ટનથી પહેલા મોદી મેડિસન સ્કેયર 2014 અને સન જોસ 2015માં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરી ચૂક્યા છે.

વિદેશપ્રધાન ડૉ. એસ જયશંકરે મીડિયાને જણાવ્યું કે, 'હું એવા ભારતીય અમેરિકી સમુદાયની એક મોટી ઉપલબ્ધિના રૂપમાં માનું છું કે, જો આજે આટલા મોટા પાયે જ્યાં કાર્યક્રમ થઇ રહ્યો છે અને તેમાં પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેવી વ્યક્તિઓ આવી રહી છે. મને લાગે છે કે, આ વાસ્તવમાં બતાવે છે કે, આપણો સમુદાય ક્યાંથી ક્યાં પહોંચ્યો છે.'

2015 બાદ બીજીવાર PM મોદી જળવાયુ પરિવર્તન શિખર સમ્મેલનને સંબોધિત કરશે. તેનું આયોજન સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસ કરી રહ્યા છે.

ભારતનો સતત વિકાસ લક્ષ્ય, જળવાયુ પરિવર્તન, આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પ્રમુખ વિષય થશે. તે બાદ વડાપ્રધાન મોદી યુનિવર્સસ હેલ્થ કવરેજ શિખર સમ્મેલનમાં આયુષ્માન ભારત યોજના પર પ્રકાશ પાડશે. તેનું પણ આયોજન એંટોનિયો ગુટેરેસે જ કર્યું છે.

મોદી આતંકવાદીઓ અને હિંસકને લગતી કથાઓ માટે રણનીતિની પ્રતિક્રિયાઓ પર પણ પોતાનું મંતવ્ય રજૂ કરશે. આ બેઠકને સંયુક્ત રૂપથી હોસ્ટ કરવામાં આવ્યું છે. જેમાં જોર્ડનના રાજા, ફ્રાન્સીસી રાષ્ટ્રપતિ, ન્યૂઝીલેન્ડના PM અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ પણ ભાગ લેશે. તે ઉપરાંત જર્મન ચાંસલર મૈર્કેલ, કેન્યા અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ અને બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જૉનસન પણ હાજર રહેશે.

મહત્વનું છે કે, મોદીએ માલદીવ અને શ્રીલંકાના પ્રવાસ પર આતંકવાદ નિરોધ પર વૈશ્વિક નેતૃત્વ શિખર સમ્મેલનને પણ સંબોધિન કર્યું હતું.

મોદી અને ટ્રમ્પ વચ્ચે અલગથી બિગ એપલમાં મંગળવારે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક રજૂ કરે છે.

આ વર્ષે જ મોદી અને ટ્રમ્પ વચ્ચે પણ 20 ઓસાકા શિખર સમ્મેલન અને G-7 બિયારીજ સમ્મેલન દરમિયાન અલગથી બેઠક થઇ હતી. બંને દેશો વચ્ચે રક્ષા અને સુરક્ષા સહયોગ ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા મુદ્દાઓેનો પણ સમાવેશ છે.

UNમાં ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવણી કરવા માટે ગાંધીની પ્રાસંગિક્તા પર આયોજીત એક કાર્યક્રમમાં કોરિયાઇ રાષ્ટ્રપતિ, સિંગાપુર, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને જમૈકાના પ્રધાનમંત્રીઓની સાથે ગુટેરેસ પણ ભાગ લેશે.

સંયુક્ત રાષ્ટ્રની છત પર એક સૌર પેનલની સ્થાપના કરવામાં આવશે. અહીં ગાંધી સોલર પાર્કનો શુભારંભ થશે. ભારતે એક મિલિયન ડૉલરના અનુદાન અક્ષય ઉર્જા માટે UNને આપ્યો હતો, તે પૈસાથી જ આ બનશે.

બેસ્ટબરીના ન્યૂયોર્ક કેમ્પસ સ્ટેટ યુનિવર્સિટીમાં ગાંધી શાંતિ ઉદ્ધાનનું રિમોટ ઉદ્ઘાટન કરવામાં આવશે. અહીં ગાંધીના સન્માનમાં 150 વૃક્ષો વાવવામાં આવશે.

તે જ દિવસે બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન લિંકનમાં PM મોદીને ગ્લોબલ ગોલકીપરના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પુરસ્કાર આપવામાં આવશે. આ એવોર્ડ દર વર્ષે કોઇ મોટી હસ્તીને આપવમાં આવે છે. છેલ્લે નોર્વેના PM સોલબર્ગ અને લાઇબેરિયાના રાષ્ટ્રપતિ સિલેક જૉનસનને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

આ વર્ષે ગેટ્સ ફાઉન્ડેશન તેના માટે વડાપ્રધાન મોદીને સમ્માનિત કરી રહ્યા છે. વિજય ગોખલેએ કહ્યું કે, આ સમ્માન સ્વચ્છ ભારત અભિયાનમાં તેમના યોગદાન માટે આપવામાં આવી રહ્યો છે.

25 સપ્ટેમ્બરે મોદી બ્લૂમબર્ગના ઉદ્ઘાટન સમારોહમાં પ્રમુખ ભાષણ આપશે. બ્લૂમબર્ગ ન્યૂયોર્કના ત્રણ વખત મેયર રહી ચૂક્યા છે.

આ કાર્યક્રમ બાદ 40 પ્રમુખ કંપનીઓના પ્રમુખ પ્રતિનિધિઓની સાથે રોકાણ અને વ્યવસાય યોજના પર વાતચીત કરવામાં આવશે. આ કંપનીઓમાં જેપી મૉર્ગન, બેન્ક ઓફ અમેરિકા, માસ્ટરકાર્ડ, વૉલમાર્ટનો સમાવેશ થયો છે. આ રોકાણનું રાઉન્ડ ટેબલ સમ્મેલન છે.

2014 બાદ બીજીવાર PM મોદી 27 સપ્ટેમ્બરે ઉચ્ચ સ્તરીય સેગમેન્ટમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. વૈશ્વિક રાજનીતિના કેન્દ્રમાં બહુપક્ષીય સુધારનું આહ્વાન તેમના ભાષણની ચાવી હશે.

પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન પણ કાશ્મીર પર પોતાનું જૂઠ પ્રચારિત કરવાનો પ્રયાસ કરશે. તે ઘાટી અને અનુચ્છેદ 370 એમ બંને મુદ્દાઓ ઉઠાવી શકે છે. જો કે, ભારતનો આ મુદ્દે સ્ટેન્ડ સ્પષ્ટ છે. કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે.

વિદેશ સચિવે મીડિયા બ્રીફિંગમાં ક્હ્યું કે, અમારું ફોકસ કેટલાય મુદ્દાઓમાંના એક આતંકવાદ પર છે, પરંતુ આ મુદ્દા કેન્દ્રમાં હશે નહીં. તેમના અનુસાર ફોકસ એ હશે કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની ભૂમિકા શું હોય શકે છે. વડાપ્રધાન આ સંબંધે પોતાનો દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરશે.

તેમને પૂછવામાં આવેલા કાશ્મીર પર પાકિસ્તાનના નિવેદન માટે મહાસભામાં ભારતનું શું કાઉન્ટર હશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને જવાબ આપ્યો કે, 'તેઓ કોઇપણ હદ્દ સુધી નીચે જઇ શકે છે, પરંતુ અમે ઉંચી ઉડાન ભરીએ છીએ. તેઓ જે પણ કરવા ઇચ્છે છે, તે કરે.' તેમણે કહ્યું કે, ભૂતકાળમાં જોયું છે કે, તેઓ કઇ રીતે આતંકવાદને મુખ્ય ધારમાં લઇ ચૂક્યા છે અને હવે અભદ્ર ભાષાને પણ મુખ્યધારામાં લેવા ઇચ્છે છે.

ન્યૂયોર્કમાં મોદી 24 સપ્ટેમ્બરે કો ઇન્ડિયા-પૈસિફિક આઇલેન્ડ સ્ટેટ્સ લીડર્સ સમિટમાં ભાગ લેશે. 14 કેરેબિયાઇ દેશોના શીર્ષ નેતાઓની સાથે શિખર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મોદી તેમાં પણ ભાગ લેશે.

ભારત હોનારત નિવારણ સંરચના માટે ગઠબંધનની ઘોષણા કરશે. જેમાં તે દેશોને સામેલ કરવામાં આવ્યા છે, જેની પાસે અનુભવ, તકનીક, નાણાકીય ક્ષમતા છે. જેમાં વિદેશ પ્રધાન ડૉ. એસ જયશંકર અને રાજ્યપ્રધાન વી. મુરલીધરન પણ ભાગ લેશે.

આ સમય દરમિયાન નામ, સાર્ક, કૉમનવેલ્થ દેશોની સાથે ચર્ચા થશે. (લેખક- સ્મિતા શર્મા)

ABOUT THE AUTHOR

...view details