નવી દિલ્હી : 26 નવેમ્બર, 2008ના રોજ દેશની આર્થીક રાજધાની મુંબઇના કેટલાક સ્થળો પર 10 પાકિસ્તાની આતંકવાદિઓએ હુમલો કર્યો હતો. જેમાં કુલ 166 લોકોના મોત નિપજ્યા હતાં. જ્યારે 600થી વધારે લોકો ઘાયલ થયા હતા.
મુંબઇ આતંકી હુમલા સહીત દેશ અને દુનિયામાં આજની તારીખે આ મહત્વની ઘટના બની હતી! - આંતકી હુમલો
આતંકીઓની નાપાક ઇરાદાઓને કારણે 26 નવેમ્બર 2008ના દિવસે મુંબઇ હચમચી ઉઠ્યુ હતું. આજે મુંબઇ આતંકી હુમલાને 12 વર્ષ પૂર્ણ થયા છે. ઇતિહાસમાં આ દિવસને કાળો દિવસ તરીકે મનાવવામાં આવે છે.
મુંબઇ આતંકી હુમલા
આ હુમલો સતત ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો. જેમાં પોલીસે 9 આતંકવાદીને ઠાર માર્યા હતા. જ્યારે મુંબઇ પોલીસે આ ઘટનામાં એક આતંકવાદી કસાબને જીવતો ઝડપી લીધો હતો. ત્યાર બાદ આ ઘટનામાં દોષી કસાબને ફાંસી આપવામાં આવી હતી.
આ સિવાય દેશ-દુનિયાના ઇતિહાસમાં આજના દિવસે બનેલી કેટલીક અન્ય મહત્વની ઘટનાઓ
- 1919: ભારતના પ્રસિદ્ધ ઇતિહાસકાર અને શિક્ષાવિદ રામ શરણ શર્માનો જન્મ
- 1921: દેશમાં શ્વેત ક્રાંતિના પિતા માનવામાં આવતા વર્ગીજ કુરિયનનો આજે જન્મ
- 1949: દેશમાં સંવિધાનને અપનાવવામાં આવ્યું હતું. સંવિધાન સભાના અધ્યક્ષે સ્વતંત્ર ભારતના બંધારણ પર સહી કરી હતી.
- 1967: લિસ્બનમાં વાદળ ફાટવાથી આશરે 450 લોકોના મોત થયા હતા.
- 1984: ઇરાક અને અમેરિકાના કૂટનીતિક સંબંધોને પુન:સ્થાપિક કરી હતી.
- 1992: વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ મનાવવાની શરૂઆત
- 1998: તુર્કીના વડાપ્રધાન મેસુત યિલ્માજે સંસદમાં પોતાની સરકારનો વિશ્વાસમત મેળવી ન શકતા રાજીનામુ આપ્યુ હતુ.
- 2001: નેપાળમાં 200 વિદ્રોહી માર્યા ગયા હતા.
- 2006: ઇરાકમાં બોમ્બ ધમાકાથી 202 લોકોના મોત થયા હતા.
- 2008 : મુંબઇના કેટલાક સ્થાનો પર આતંકવાદી હુમલામાં 166 લોકોના મોત નિપજ્યા હતાં.
- 2012: અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના નામથી એક પક્ષની રચના કરી હતી.