હૈદરાબાદઃ આ અભિયાનને સફળ બનાવવા પૂર્વીય ગોદાવરી કડીયાથી હજારો છોડ લવાયા, વળી, છોડ મેળવવા પ્લાસ્ટિક કેટલું આપવું તે પણ નક્કી કર્યુ નથી. એટલે ચિપ્સનું વેસ્ટ પેકેટ આપીને પણ તમે છોડ મેળવી શકો છો. આ રીતે ભેગા થયેલા પ્લાસ્ટિકને પ્રોસેસ માટે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પહોંચાડાય છે.
પ્લાસ્ટિકની બદલે ફૂલછોડનું વિતરણ, હૈદરાબાદના સોફ્ટવેર એન્જીનિયરની અનોખી પહેલ...
પ્લાસ્ટિક પ્રદૂષણ સામે હૈદરાબાદના સોફ્ટવેર એન્જીનિયરની લડત ફળીભૂત થઈ રહી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકની લડતમાં તે પોતાનું લક્ષ્ય હાંસલ કરવા કટિબદ્ધ છે. આ કટિબદ્ઘતાને પરિપૂર્ણ કરવાં માટે તેમણે 'પ્લાન્ટ ફોર પ્લાસ્ટિક' નામના અભિયાન શરૂઆત કરી. જેમાં કોઈપણ તેમને થોડુ પ્લાસ્ટિક આપી બદલામાં છોડ મેળવી શકે છે.
પ્લાસ્ટિક ઉપયોગ સંદર્ભે નિયત કરેલું લક્ષ્ય પ્રાપ્ત કરવા રામુએ ટીફીન બોક્સ ચેલેન્જ નામનું બીજુ પણ એક અભિયાન હાથ ધર્યુ છે. જેમાં તેઓ લોકોને બજારમાંથી માંસ ખરીદીને લાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી, ઘરેથી ટીફીન બોક્સ લઈ જવા માટે પ્રેરીત કરી રહ્યાં છે. માંસ ખાવાનું બંધ કરો એમ ન કહેતા રામુ લોકોને પર્યાવરણની જાળવણીમાં આ અભિયાન થકી ફાળો આપવા જણાવે છે.
પોતાના મિત્રોને પડકાર આપવાના રૂપે તેણે આ અભિયાનની શરૂઆત કરી અને પછીથી લોકોને અંગત રીતે આ વિશે સમજ આપવાનું શરૂ કર્યુ. શહેરના માંસ બજારોમાં વેપારીઓને મળીને આ અભિયાન અંગે વાકેફ કરવાની પણ પહેલ કરી છે, પરંતુ વેપારીઓ હજુ આ પ્રયોગને અનુસરવા માટે સંપૂર્ણ સજ્જ બન્યા નથી.