ગુજરાત

gujarat

ETV Bharat / bharat

#Kumbh2019: આજે છેલ્લું શાહીસ્નાન, 2 કરોડ શ્રદ્ધાળુ લગાવશે ડૂબકી - National News

ન્યૂઝ ડેસ્કઃ પ્રયાગરાજમાં આજે વસંત પંચમીના દિવસે ત્રીજુ અને છેલ્લું શાહી સ્નાન શરુ થઇ ગયું છે. સંગમ તટ પર આસ્થા અને શ્રદ્ધા જોવા મળી રહી છે. દરેક બાજુ શ્રદ્ધાળુઓ તટ પર સ્નાન માટે આવી રહ્યા છે. અલગ-અલગ અખાડાના સંત આજે છેલ્લા શાહીસ્નાન પર પૂણ્ય કમાવવા માટે ડૂબકી લગાવશે. શાહી અખાડાના સ્નાન પછી સામાન્ય શ્રદ્ધાંળુઓ સંગમમાં ડૂબકી લગાવશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આજે લગભગ 2 કરોડથી પણ વધારે લોકો સંગમમાં ડૂબકી લગાવશે. પોલીસ પ્રશાસને પણ છેલ્લા શાહી સ્નાનના સ્થળ પર સુરક્ષા વધારવામાં આવી છે.

By

Published : Feb 10, 2019, 1:55 PM IST

જો કે કુંભ મેળાના છેલ્લા શાહી સ્નાન વસંત પંચમી પર્વ પર શનિવારે સવારથી શ્રદ્ધાળુઓ સ્નાન કરવાનું શરુ કરી દીધું. સાંજે ચાર વાગ્યા સુધીમાં 60 લાખથી વધારે લોકોએ ગંગા અને સંગમમાં ડુબકી મારી. મેળા અધિકારી વિજય કિરણ આનંદે જણાવ્યું કે, રવિવારે મેળામાં સ્નાન માટે આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 2 કરોડ સુધી પહોંચવાની સંભાવના છે. તેને જોઇને પ્રમુખ 10 સ્થળો પર 500 અતિરિક્ત પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યાં છે, ત્યાં DIG મેળા, કેપી સિંહનું કહેવું છે કે, વસંત પંચમીનું મુહૂર્ત શનિવારે સવારે 8:55 કલાકથી રવિવારે સવારે 10 વાગ્યા સુધી છે. શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરવા સવારથી જ આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં સ્નાનાર્થીઓ કુંભ મેળામાં આવી રહ્યા છે.

કેપી સિંહે કહ્યું કે, BSF તરફથી બે કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. શનિવારે રાત્રથી અક્ષયવટથી ત્રિવેણી રસ્તા વચ્ચે પાંચ પાંટૂન પુલોને બંધ કરવામાં આવશે. આ સિવાય રવિવારે ચાર ચક્રિ વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં. મેળાની વ્યવસ્થા જોતાં અધીકારીએ કહ્યું કે, મૌની અમાસ પર્વની જેમ વસંત પંચમી પર પણ આઠ કિલોમીટરના વિસ્તારમાં 40 ઘાટ સ્નાન માટે ઉપલ્બદ્ધ રહેશે. લોકોને સુચના આપવા માટે બધી જ જગ્યાએ લાઉડ સ્પીકરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓફિસર્સે જણાવ્યું કે, સંગમ લોઅર માર્ગ, સંગમ અપર માર્ગ અને અખાડા માર્ગ પર વિશેષ ધ્યાન આપવા નિયંત્રણ રુમને સુચના આપવામાં આવી છે.

#Kumbh2019

વસંત પંચમી પર શાહી સ્નાનનું મહત્વ
તમને જણાવી દઇએ કે, મકર સંક્રાંતિ અને મૌની અમાસ પછી વસંત પંચમીએ ત્રીજું અને છેલ્લું શાહી સ્નાન છે, ત્યારબાદ અખાડાના સાધુ પોત-પોતાના ગંતવ્ય તરફ જવાનું શરુ કરી દે છે. જો કે કુંભ મેળો 4 માર્ચ સુધી ચાલશે અને તે દિવસે મહાશિવરાત્રીના સ્નાન સાથે આ મેળો સંપન્ન થશે. વસંત પંચમી પર સંગમ તટ પર શાહી સ્નાનનું ખાસ મહત્વ છે.

એક માન્યતા છે કે આજના દિવસે ત્રણવાર ડૂબકી લગાવવાથી શ્રદ્ધાળુઓ ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના આશીર્વાદ મળે છે. એ પણ માન્યતા છે કે ત્રિવેણી સંગમમાં જે ભક્ત મકરસંક્રાંતિ, મૌની અમાસ પછી વસંત પંચમીના ત્રીજા સ્નાન પર પણ સંગમ સ્નાન કરે છે, તેને પૂર્ણ કુંભ સ્નાનનું ફળ મળે છે.

ABOUT THE AUTHOR

...view details