નવી દિલ્હી : કોરોનાના કેસોની સંખ્યાને નિયંત્રિત કરવા માટે ભારત બાયોટ્ક દ્વારા વિક્સિત કરવામાં આવી રહેલી કોવેક્સિનને લઇને સારા સમાચાર છે. એનઆઇએમએસની મળેલી જાણકારી અનુસાર કૌવેક્સિન (covaxin) પરીક્ષણનું અંતિમ ચરણ નવેમ્બરમાં શરૂ થશે. એનઆઇએમએસના ચિકિત્સો સૂત્રોએ જણાવ્યું કે, પરીક્ષણ મહીનાના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં શરૂ થશે.
એનઆઇએમએસમાં પહેલાં ચરણના પરીક્ષણને સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. ડૉ.સી પ્રભાકર રેડ્ડીએ જણાવ્યું કે, બીજા ચરણના પરીક્ષણમાં 12 લોકોને બુસ્ટર ડોઝ અને 55 લોકોને વેક્સિન આપવામાં આવશે.