ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમરનાથ યાત્રાનો ત્રીજો દિવસ, 11000 કરતા વધુ લોકોએ કર્યા દર્શન - Piligrams

ન્યૂઝ ડેસ્ક: બુધવારથી અમરનાથ ગુફા માટે 4,600થી વધુ યાત્રાળુઓ જમ્મુ છોડીને રવાના થયા હતા. મંગળવારે 11,456 યાત્રાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા.

yatra

By

Published : Jul 3, 2019, 11:04 AM IST

પોલીસે જણાવ્યું હતું કે, "સવારે 4,694 મુસાફરોનો બીજો એક સમૂહ ભગવતી નગર યાત્રી નિવાસથી કાશ્મીર ખીણપ્રદેશના સુરક્ષા કાફલામાં રવાના થઇ ગયા હતા. જેમાંથી 2,052 બાલટાલ અધાર શિબિર અને 2,642 પહેલગામ માટે બાકી છે."

જમ્મુથી રવાના થયેલો પહેલો જથ્થો 3.30 વાગે, જ્યારે બીજો જથ્થો 4.05 લાગ્યે રવાના થયો છે.

હવામાન વિભાગે પૂર્વાનુમાનમાં સાંજે સમય બાલટાલ-પવિત્ર ગુફા, પહલગામ-પવિત્ર ગુફાની આસપાસ સાધારણ વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે.

ઉલ્લેખનીય છે કે, કાશ્મીરી મુસલમાનોએ પણ પોતાના હિંદુ ભાઇઓને વાર્ષિક તીર્થયાત્રા કરવામાં મુશ્કેલી ન પડે તેની વ્યવસ્થા કરી છે. વાસ્તવમાં બૂટા મલિક નામના એક મુસ્લિમ ગાયો ચરાવનાર વ્યકિતએ 1850માં અમરનાથ ગુફાની શોધ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details