ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફરીદાબાદ નિકિતા હત્યાકાંડમાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડયો - નિકિતા હત્યાકાંડ CCTV

ફરીદાબાદ નિકિતા હત્યાકાંડમાં શામેલ અન્ય એક આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીએ મુખ્ય આરોપીને હથિયારો પહોંચાડ્યા હતા.

ફરીદાબાદના નિકિતા હત્યાકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો
ફરીદાબાદના નિકિતા હત્યાકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો

By

Published : Oct 29, 2020, 11:47 AM IST

  • ફરીદાબાદ નિકિતા હત્યાકાંડનો ત્રીજો આરોપી પકડાયો
  • યુવતીને ધોળાદિવસે ગોળી મારી થયા હતા ફરાર

ફરીદાબાદ: ગત સોમવારે વિદ્યાર્થીનીની ગોળી મારીને કરવામાં આવેલી હત્યામાં શામેલ વધુ એક આરોપીની ગુરૂવારે પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આરોપી અઝરૂની નૂંહથી ધરપકડ કરી હતી. અઝરુએ હત્યાના મુખ્ય આરોપી તૌસિફને હથિયાર પૂરા પાડ્યા હતા.

નિકિતા હત્યાકાંડની તપાસ ઝડપથી ચાલી રહી છે. પહેલા પોલીસે 24 કલાકમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. ઉપરાંત આ કેસમાં શામેલ અન્ય લોકોની સંડોવણી માટે ડઝનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જે પછી પોલીસે ત્રીજા આરોપી અજરુને પણ પકડી પાડ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કેસની તપાસ માટે SITની રચના

આ કેસમાં હવે લવ જેહાદનું એન્ગલ જોડાતા હરિયાણા સરકારે સમગ્ર કેસની તપાસ માટે SITની રચના કરી છે. SITના ACP ક્રાઇમની ટીમની અધ્યક્ષતા અનિલ કુમાર કરી રહ્યા છે. જ્યારે DLF ક્રાઈમ બ્રાંચના ઇન્ચાર્જ અનિલ કુમાર, સંજય કોલોની ચોકીના ઇન્ચાર્જ રામવીર સિંહ, એએસઆઈ કેપ્ટન અને હેડ કોન્સ્ટેબલ દિનેશ કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સોમવારે વિદ્યાર્થીની નિકિતા તોમર જ્યારે પરીક્ષા આપીને ઘરે જઇ રહી હતી, ત્યારે આરોપી તૌસિફે તેની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આરોપીએ પહેલા વિદ્યાર્થીનીને કારમાં ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં નિષ્ફળતા મળતા તેણે તેને ગોળી મારી દીધી હતી અને વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યાં હતાં. જેને આધારે પોલીસે મંગળવારે આરોપી તૌસિફ અને તેના સાથી રેહાનની ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details