નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું કે, નાગરિકતા સુધારા કાયદાને સંદર્ભે તેમનો વિરોધ નથી, પરંતુ આ કાયદાથી કોઈક એક સમુદાયને વંચિત રખવામાં આવ્યા છે, તેનો વિરોધ છે. આ કાયદાથી ભારતીય નાગરિકતા પર હુમલો કરાયો છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ બુધવારે જેએનયુમાં સીએએ-એનઆરસીના કાર્યક્રમમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા.
JNUમાં ચિદમ્બરમે કહ્યું: -'અમને વિશ્વાસ છે, સુપ્રીમ કોર્ટમાં CAA નહીં ટકે' - CAA news
પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું કે, નાગરકિતા સુધારા કાયદો ભારતની નાગરિકતા પર હુમલો છે. CAA-NRC સાથે જોડાયેલા કાર્યક્રમમાં સામેલ થવા JNU પહોંચેલા ચિદમ્બરમે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સુપ્રીમ કોર્ટ આ કાયદાને દૂર કરશે.
JNUમાં ચિદમ્બરમે કહ્યુ : અમને વિશ્વાસ છે, સુપ્રીમ કોર્ટ CAAને દૂર કરશે
ચિદમ્બરમે કહ્યું કે, CAAનો કાયદાકીય રીતે વિરોધ થવો જોઈએ. સુપ્રીમ કોર્ટ કાયદો દૂર કરશે. રાષ્ટ્રીય જનસંખ્યા નોંધણી (NRP)નો રાજકીય વિરોધ કરવો જોઈએ. આપણે એ તમામ લોકોનું સમર્થન જોઈએ, જે તેનો વિરોધ કરી રહ્યાં છે. આપણે સરકારને કાયદો રદ્દ કરવા સફળ થઈશું.