ગુજરાત

gujarat

દિલ્હીમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન નહીં, સિસોદિયાના નિવેદનથી ફેલાયો ડરઃ અમિત શાહ

By

Published : Jun 28, 2020, 3:47 PM IST

ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના 31 જુલાઈ સુધી 5 લાખ કોરોના કેસ વાળા નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેમના નિવેદનથી ડરનો માહોલ ઉભો થયો છે. તેમણે કહ્યું કે, 31 જુલાઈના અંત સુધી દિલ્હીમાં 5.5 લાખ કેસ નહીં આવે. દિલ્હીમાં હજૂ સુધી કમ્યુનિટી ટ્રાન્સમિશન થયું નથી.

ETV BHARAT
દિલ્હીમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન નહીં, સિસોદિયાના નિવેદનથી ફેલાયો ડરઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ન્યૂઝ એજન્સી ANI સાથેના એક વિશેષ ઇન્ટરવ્યૂ દરમિયાન દિલ્હીમાં વધતા કોરોના કેસ પર પોતાની વાત રાખી હતી. અમિત શાહે કહ્યું કે, દિલ્હીમાં દરેક વ્યક્તિની સારવાર કરવામાં આવશે.

ગૃહ પ્રધાન અમિત શાહે ન્યૂઝ એજન્સીને ઈન્ટરવ્યૂ આપ્યું

પોતાના ઇન્ટરવ્યૂમાં તેમણે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના 31 જુલાઈ સુધી 5 લાખ કોરોના કેસ વાળા નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેમના નિવેદનથી ડરનો માહોલ ઉભો થયો છે. તેમણે કહ્યું કે, 31 જુલાઈના અંત સુધી દિલ્હીમાં 5.5 લાખ કેસ નહીં આવે. દિલ્હીમાં હજૂ સુધી કમ્યુનિટી ટ્રાન્સમિશન થયું નથી.

અમિત શાહે કહ્યું કે, દિલ્હીમાં કોરોનાની સ્થિતિ હજૂ નિયંત્રણમાં છે. દિલ્હીમાં મોટા પાયે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. AIIMSના નિષ્ણાતો હોસ્પિટલની મદદ કરી રહ્યા છે.

દિલ્હીમાં હોમ આઈસોલેશન પર થયેલા વિવાદ પર બોલતા અમિત શાહે કહ્યું કે, તેના પર કોઈ વિવાદ નથી. નાની-નાની વાતોને મહત્વ આપવાની જરૂર નથી. દિલ્હીમાં દરરોજ 16 હજારથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં કોરોનાના 4 ગણા ટેસ્ટ વધારવામાં આવ્યા છે.

રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે મળીને બનાવી રણનીતિ

ગૃહપ્રધાને કહ્યું કે, NCRમાં વધતા કોરોના દર્દીને ઓછા કરવા મટે દિલ્હી સહિત અન્ય રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે મળીને રણનીતિ બનાવવામાં આવી છે. દિલ્હીમાં વસવાટ કરનારા અન્ય પ્રદેશના લોકોને પણ ચિંતા કરવાની જરૂર નથી.

દિલ્હીમાં દરેક લોકોની સારવાર કરવામાં આવશે. પોતાના ઈન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું કે, શ્રમિકોને લઇને પણ તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે ચર્ચા કરવામાં આવી છે. અત્યાર સુધી 63 લાખ શ્રમિકોને ટ્રેનના માધ્યમથી તેમના ઘરે સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસના કારણે કેન્દ્ર અને કેજરીવાલ સરકાર સાથે મળીને કામ કરી રહી છે. તાજેતરમાં દિલ્હીના રાધા સ્વામી સત્સંગ બ્યાસમાં 10,000થી વધુ બેડ વાળું કોવિડ કેયર સેન્ટર અને હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેની મુલાકાત ગૃહ પ્રધાન અમિત શાહ અને દિલ્હીના CM કેજરીવાલે લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details