ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી હિંસામાં કપિલ મિશ્રા અને અનુરાગ વર્મા વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથીઃ દિલ્હી પોલીસ

રાજધાનીમાં થયેલા રમખાણોને લઇને વિવાદિત ભાષણ પર દિલ્હી પોલીસે હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કરી જણાવ્યું કે, બીજેપી નેતા કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર, પરવેશ વર્મા અને અભય વર્મા વિરૂધ્ધ કોઇ પણ કેસ બનતો નથી અને રમખાણોમાં તેમની કોઇ ભૂમિકા સામે આવી નથી કે પુરાવા પણ મળ્યા નથી.

દિલ્હી હિંસામાં બીજેપી નેતા કપિલ મિશ્રા, અનુરાગ વર્મા વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથીઃ દિલ્હી પોલીસ
દિલ્હી હિંસામાં બીજેપી નેતા કપિલ મિશ્રા, અનુરાગ વર્મા વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથીઃ દિલ્હી પોલીસ

By

Published : Jul 14, 2020, 5:30 PM IST

નવી દિલ્હીઃ રાજધાનીમાં થયેલ રમખાણોને લઇને વિવાદિત ભાષણ પર દિલ્હી પોલીસે હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કરી જણાવ્યું કે, બીજેપી નેતા કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર, પરવેશ વર્મા અને અભય વર્મા વિરૂધ્ધ કોઇ પણ કેસ બનતો નથી અને રમખાણોમાં તેમની કોઇ ભૂમિકા સામે આવી નથી કે સબૂત પણ મળ્યા નથી. ચીફ જસ્ટિસ ડીએન પટેલની અધ્યક્ષતામાં આ મામલા પર આવનારી સુનાવણી 21 જૂલાઇના રોજ કરવાનો આદેશ દીધો છે.

દિલ્હી પોલીસે કહ્યું કે, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, વારિસ પઠાણ, કેન્દ્રિય પ્રધાન અનુરાગ ઠાકુર, બીજેપી નેતા કપિલ મિશ્રા અને પ્રવેશ વર્મા વિરૂધ્ધ હેટ સ્પીચને લઇને તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર પડી તો કાર્યવાહી કરવામાં આવી શકે છે.

છેલ્લી 12 માર્ચના રોજ કોર્ટે દિલ્હી સરકાર, દિલ્હી પોલીસ સાથે તે નેતાઓને નોટીસ આપવામાં આવી હતી જેના વિરૂધ્ધ હેટ સ્પીચના મામલામાં એફઆઇઆર નોંધાવાની માંગ કરી છે. જેમાં ભાજપના અને કોંગ્રેસના નેતાઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. અરજીમાં આ નેતાઓ વિરૂધ્ધ જલ્દી એફઆઇઆર નોંધવાની માગ કરી છે.

27 ફેબ્રુઆરીના રોજ થયેલ રમખાણો ભડકાવવા બદલ દિલ્હી હાઇકોર્ટ ભડકાઉ ભાષણ મામલામાં FIR નોંધાવાની માગ કરી હતી, જેમાં હાઇકોર્ટ સુનાવણી 13 એપ્રિલના રોજ કરવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટ આ મામલામાં કેન્દ્ર સરકારના પક્ષકાર બનાવાની મંજૂરી આપી છે. હાઇકોર્ટના આ આદેશ વિરૂધ્ધ સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જે બાદ સુપ્રિમ કોર્ટે 4 માર્ચના રોજ હાઇકોર્ટ આદેશ આપ્યો કે આ મામલાની જલ્દીથી સુનાવણી કરવામાં આવે અને તેનો નિર્ણય જલ્દી લેવામાં આવે.

સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટે 6 માર્ચના રોજ સુનાવણીનો આદેશ કર્યો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, શાંતિ સ્થાપિત કરવા માટે હાઇકોર્ટ જરૂરી પગલા લે. બન્ને પક્ષો એવા લોકોના નામ જણાવે જે મદદ કરી શકે.

ABOUT THE AUTHOR

...view details