ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ના પદ માટે ઘણા લાંબા સમયથી મંથન ચાલી રહ્યું હતું. પણ જે પદ માટે 2001માં વિચારવામાં આવ્યું હતું, તેની સફળતા એ વાત પર નિર્ભર કરે છે કે, ભારત સરકારમાં પ્રશાસન તંત્રમાં ક્યા સ્થાન અને હક મળે છે.
સીડીએસની પોસ્ટ બનાવવા પાછળનો ઉદ્દેશ એ હતો કે, સંરક્ષણ સંબંધિત બાબતો પર આ પોસ્ટ દેશની સરકાર માટે એકમાત્ર મંતવ્ય જાણવાનો અને માહિતી હશે. સીડીએસની પોસ્ટ હાલની આર્મી, એરફોર્સ અને નૌ સેનાના ચીફ પર મૂકવાની હતી. અમુક લોકોએ તો તેને ફાઇવ સ્ટાર પોસ્ટ બનાવવાની હિમાયત પણ કરી હતી. આ મુદ્દા પર ભારતમાં લાગુ કરવા માટે અન્ય પ્રજાસત્તાક પદ્ધતિઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો.
જો કે, આખરે જે ચિત્ર સામે આવ્યું છે, તે મોટાભાગે ભારતીય મોડેલનું છે અને વર્તમાન મોદી સરકારની સંરક્ષણ નીતિઓ સાથે મેળ ખાય છે. આ બાબતે પ્રકાશિત સત્તાવાર પ્રેસ રિલીઝમાં બતાવવામાં આવ્યું છે કે, સીડીએસ લશ્કરની ત્રણેય પાંખ વતી સંરક્ષણ પ્રધાનના મુખ્ય સલાહકાર તરીકે કામ કરશે.
સેનાના ત્રણેય પાંખના વડા સંરક્ષણ પ્રધાનને તેમના વિભાગો વિશે સીધી સલાહ આપતા રહેશે. સીડીએસનો ત્રણેય લશ્કર વડાઓ પર કોઈ સૈન્ય અધિકાર રહેશે નહીં, તે રાજકીય નેતૃત્વને યોગ્ય અભિપ્રાય આપવામાં મદદ કરશે. તે સ્પષ્ટ છે કે, સીડીએસ સંરક્ષણ પ્રધાનના મુખ્ય સલાહકાર તરીકે કામ કરશે, એક કેન્દ્રીય મુદ્દા તરીકે નહીં. સીડીએસની બે ભૂમિકા હશે, પ્રથમ, ચીફ ઓફ સ્ટાફ કમિટી (સીઓએસએફ) ના અધ્યક્ષ અને બીજી લશ્કરી બાબતોના વિભાગના વડા.
સીડીએસને સેનાના અન્ય અંગોના વડાઓની સરખામણીએ પગાર અને અન્ય સુવિધાઓ પ્રાપ્ત થશે, પરંતુ સીડીએસ પ્રોટોકોલમાં અન્ય વડાઓની ઉપલા ક્રમે આવશે.
સીડીએસ ક્ષેત્રમાં સંરક્ષણ પ્રાપ્તિમાં એકાગ્રતા, સૈન્યના તમામ અવયવોમાં ભરતીનું સંકલન, સ્રોતોનો યોગ્ય અને મહત્તમ ઉપયોગ કરવા લશ્કરી કાર્યવાહીમાં તમામ અવયવોને એક સાથે લાવવા અને દેશમાં બનેલા ઉપકરણોના ઉપયોગને પ્રોત્સાહન આપવું તે પણ સામેલ હશે.
સ્વતંત્ર ભારતમાં, સૈન્ય-નાગરિક સંબંધોની દ્રષ્ટિએ સીડીએસ પ્રમુખ ડીએમએની નિમણૂંક એ એક મહત્વપૂર્ણ પગલું છે. જો સીડીએસને સશક્ત બનાવવાની વાત કરવામાં આવી છે, તે રીતે જો યોગ્ય રીતે લાગુ કરવામાં આવે તો, પહેલીવાર બનશે કે સૈન્યને સત્તાવાર રીતે શાસનમાં સામેલ કરવામાં આવશે.
હાલમાં ભારત સરકારના નિયમો અનુસાર, દેશની સુરક્ષાની જવાબદારી સંરક્ષણ સચિવની છે, જે સંરક્ષણ મંત્રાલયના સૌથી વરિષ્ઠ અમલદાર છે. આ બધાની વચ્ચે સીડીએસને સરકારી કામગીરીમાં સંરક્ષણ સચિવના સમાન અથવા ભૂતપૂર્વ અધિકારીનું પદ મળે કે નહીં, તે આગામી સમયમાં સ્પષ્ટ થશે.