નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા અંગે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું હતું કે, આ અમેરિકી પ્રમુખ રાષ્ટ્રપતિ ટ્રમ્પની પહેલી ભારત યાત્રા છે. જેમાં તેમનું સ્વાગત ત્રણ તબક્કામાં થશે. છેલ્લા આઠ મહિનામાં PM મોદી સાથે તેમની આ પાંચમી બેઠક છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, પહેલા તબક્કામાં અમદાવાદમાં, બીજા તબક્કામાં આગ્રા અને ત્રીજા તબક્કામાં દિલ્હીમાં તેમનું સ્વાગત થશે. ત્યારે ટ્રમ્પની મહેમાનગતિ માટે રાજકીય નેતાઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં હાજર રહેશે.