ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ધાર્મિક આધાર પર દેશમાં NRC લાગુ કરવાની કોઇ યોજના નથી: કેન્દ્ર સરકાર - Ahmed Hasan, a TMC member

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે બુધવારે રાજ્યસભામાં જાણકારી આપતા કહ્યું કે, નેશનલ સિટીઝનશીપ રજિસ્ટરને (NRC) દેશમાં ધાર્મિક આધાર પર લાગુ કરવાની કોઈ જ યોજના નથી.

ધાર્મિક આધાર પર દેશમાં NRC લાગુ કરવાની કોઇ યોજના નથી: કેન્દ્ર સરકાર
ધાર્મિક આધાર પર દેશમાં NRC લાગુ કરવાની કોઇ યોજના નથી: કેન્દ્ર સરકાર

By

Published : Dec 4, 2019, 8:21 PM IST

કેન્દ્ર સરકારે જણાવ્યું કે, નેશનલ સિટીઝનશીપ રજિસ્ટરને (NRC) દેશમાં ધાર્મિક આધાર પર લાગુ કરવાની કોઈ જ યોજના નથી. કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે બુધવારે રાજ્યસભામાં એક લેખિત જવાબ આપતા ઉપરોક્ત જાણકારી આપી હતી.

TMCના સદસ્ય અહમદ હસનના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતાં. અહમદ હસને પ્રશ્ન કર્યો હતો કે, 'શું સરકારે NRCને દેશમાં ધાર્મિક આધારે લાગુ કરવાનો નિર્ણય કર્યો છે? જેનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે કહ્યું કે, દેશમાં ધાર્મિક આધાર પર NRC લાગુ કરવાની સરકારની કોઈ યોજના નથી. ટીએમસી સાંસદ અહમદ હસને એ જાણવા પણ પ્રયાસ કર્યો કે, સરકારે આ પ્રક્રિયા માટે દેશભરમાં અટકાયત કેન્દ્રોની ઓળખ કરી છે? અને જો આમ હોય તો શું આગામી પાંચ વર્ષમાં રાજ્યવાર અટકાયત કેન્દ્ર બનીને તૈયાર કરવામાં આવશે? ઉપરોક્ત પ્રશ્નનો જવાબ આપતાં ગૃહ રાજ્યપ્રધાને જણાવ્યું કે, રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોએ પોતાની જરુરિયાત મુજબ અટકાયત કેન્દ્ર સ્થાપિત કરી રાખ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details