ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના કરોલ બાગમાં ત્રણ મોબાઇલ સ્ટોર્સમાં 50થી વધુ મોબાઇલની ચોરી - Karol Bagh Police Station

દિલ્હીના કરોલ બાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઇલ ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ચોરોએ ત્રણ મોબાઇલ ફોન સ્ટોર્સમાં મોબાઇલ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ચોરીની આ ઘટનામાં ચોરોએ 50થી વધુ મોબાઈલ પર હાથ સાફ કર્યા છે.

Theft at three mobile stores in Delhi's Karol Bagh
દિલ્હીના કરોલ બાગમાં ત્રણ મોબાઇલ સ્ટોર્સમાં 50થી વધુ મોબાઇલની થઇ ચોરી

By

Published : Jun 7, 2020, 4:50 PM IST

Updated : Jun 7, 2020, 7:51 PM IST

દિલ્હી: શહેરનાં કરોલ બાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઇલ ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ચોરોએ ત્રણ મોબાઇલ ફોન સ્ટોર્સમાં મોબાઇલ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ચોરીની આ ઘટનામાં ચોરોએ 50થી વધુ મોબાઈલ પર હાથ સાફ કર્યા છે.

આ ઘટના કરોલ બાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પદ્મસિંહ રોડ પર બની હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં આ મામલે તપાસ શરૂ કરી હતી.

પોલીસ અધિકારીએ આપેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે, એપલ, સેમસંગ અને શાઓમીના સ્ટોર્સ આ રસ્તા પર નજીક જ છે, જેમાં ચોરોએ એક પછી એક ત્રણેય સ્ટોરમાંથી મોબાઇલની ચોરી કરી હતી.
આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે, આ સ્ટોર્સ પર મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે ચોરોએ સ્ટોરના તમામ શટર તોડી નાખ્યા હતા અને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

જોકે, પોલીસને ત્યાથી સીસીટીવી ફૂટેજ મળ્યા નથી. પરંતુ નજીકમાં સ્થાપિત સીસીટીવી ફૂટેજ ચકાસીને પોલીસ આ મોટી ચોરી પાછળ કોણ છે તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.

Last Updated : Jun 7, 2020, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details