ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને નોબેલ પ્રાઈઝ એનાયત કરાયો - નોબલ પીસ પ્રાઈઝ

2020ના નોબલ શાંતિ પુરસ્કારની ઘોષણા થઈ ચૂકી છે. વિશ્વ ખાદ્ય કાર્યક્રમ (WFP)ને નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે. સ્વીડિશ એકેડેમીએ શાંતિના નોબલ પુરસ્કારની ઘોષણા કરી દીધી છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP)ને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે. એકેડેમીએ ગુરુવારે સાહિત્યના નોબલ પુરસ્કારની પણ ઘોષણા કરી હતી. અમેરિકી કવિ લુઈસ ગ્લૂકને 2020નો સાહિત્ય નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને નોબેલ પ્રાઈઝ એનાયત કરાયો
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને નોબેલ પ્રાઈઝ એનાયત કરાયો

By

Published : Oct 9, 2020, 5:19 PM IST

સ્ટોકહોમઃ સ્વીડિશ એકેડેમીએ શાંતિના નોબલ પુરસ્કારની ઘોષણા કરી દીધી છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (ડબ્લ્યૂએફપી)ને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે. એકેડેમીએ ગુરુવારે સાહિત્યના નોબલ પુરસ્કારની પણ ઘોષણા કરી હતી. અમેરિકી કવિ લુઈસ ગ્લૂકને 2020નો સાહિત્ય નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

વર્ષ 2016માં ગાયક-ગીતકાર બોબ ડેલાનને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. હાલમાં ગ્લૂક યેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે. ગ્લૂકે વર્ષ 1993માં સાહિત્યનો પ્રતિષ્ઠિત પુલિત્ઝર પુરસ્કાર પણ જીત્યો હતો. આનાથી પહેલા વર્ષ 1993માં ટોની મોરિસનને સાહિત્યનો નોબલ પુરસ્કાર મળ્યો હતો. મોરિસન આ પુરસ્કાર જીતનારી અમેરિકી-આફ્રિકી મૂળની પહેલી મહિલા હતી.

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને નોબેલ પ્રાઈઝ એનાયત કરાયો

વર્ષ 2018માં યૌન શોષણના આરોપ બાદ પુરસ્કારને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો, જે માટે સ્વીડિશ એકેડેમીને પણ ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. સ્વીડિશ એકેડેમીએ 2019માં બે વર્ષ માટે સાહિત્યના નોબલ પુરસ્કારની ઘોષણા કરી હતી. વર્ષ 2018ના પુરસ્કાર માટે પોલેન્ડના ઓલ્ગા ટોકરૂક અને 2019 માટે ઓસ્ટ્રિયાના પીટર હેંડકેને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

હૈંડકેને સાહિત્યનો નોબલ પુરસ્કાર આપવા પર ઘણો વિવાદ થયો હતો. એકેડેમીના આ નિર્ણય વિરુદ્ધ અનેક સ્થળે પ્રદર્શન પણ થયા હતા. હૈંડકેને 1990ના બાલ્કન યુદ્ધ દરમિયાન સર્બિયાનો સમર્થક માનવામાં આવતા હતા. નોબલની ઘોષણા બાદ તેમને સર્બિયાઈ યુદ્ધ ગુનાઓ માટે માફી માગવા પણ કહેવામાં આવ્યું હતું. અલ્બાનિયા, બોસ્ત્રિયા અને તુર્કી સહિત કેટલાક દેશોએ વિરોધમાં નોબલ પુરસ્કાર સમારોહનો બહિષ્કાર કર્યો હતો. અને સાહિત્ય પુરસ્કાર માટે ઉમેદવારોના નામની નોંધણી કરનારી સમિતિના સભ્યએ રાજીનામું આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details