ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જાણો, કોરોનાના કહેર વચ્ચે ચર્ચામાં આવેલા તબલીઘી સમાજનો સંપૂર્ણ ઘટનાક્રમ... - staged

દિલ્હીના નિઝામુદીન વિસ્તારમાં માર્ચમાં તબલીઘી જમાતના લોકોએ એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. જેમાં સામેલ થયેલા કેટલાક લોકોના કોરોના ટેસ્ટ પોઝીટીવ સામે આવ્યા હતા, ત્યારબાદ તબલીધી જમાત દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.

જાણો ચર્ચામાં આવેલા તબલીઘી સમાજનો સંપુર્ણ ઘટનાક્રમ
જાણો ચર્ચામાં આવેલા તબલીઘી સમાજનો સંપુર્ણ ઘટનાક્રમ

By

Published : Apr 2, 2020, 2:36 PM IST

હૈદરાબાદ: કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતી જઇ રહી છે. આ વચ્ચે દિલ્હીના નિઝામુદીન વિસ્તારમાં તબલીઘી જમાતના લોકોએ એક કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ. જેમાં સામેલ થયેલા કેટલાક લોકોનો કોરોના ટેસ્ટ પોઝીટીવ સામે આવ્યો હતો. જેના પગલે હાહાકાર મચતા તેલંગણામાં 6 લોકોના મોત નિપજ્યા હતા જે પણ આ કાર્યક્રમનો હિસ્સો રહ્યા હતા.

તબલીઘી જમાત એક રાજકીય વૈશ્વિક સુન્ની ઇસ્લામિક મિશનરી સંગઠન છે. જેના ભારતમાં કેટલાક કેન્દ્રો પણ આવેલા છે.

તબલીઘી જમાતની શરૂઆત 1927માં મુહમ્મદ ઇલિયાસ અલ-કાંધલવીએ કરી હતી. આ સંસ્થાનું લક્ષ્ય તબલીઘીના માધ્યમથી ઇસ્લામનો સ્વર્ણ યુગ બનાવવાનો છે. જણાવી દઇ એ તો આ ધર્મના લોકો અલગ-અલગ દેશમાં જઇને ધાર્મિક આયોજન કરે છે. જે તમામની રોકાણની વ્યવસ્થા પણ મસ્જિદોમાં જ થાય છે.

તબલીઘી સમાજની જીવનશૈલી

આ જમાતનો પુરૂષ વર્ગ લાંબી દાઢી રાખે છે અને લાંબા કુર્તા પહેરે છે. જ્યારે મહિલાઓ સાર્વજનિક રૂપે પડદામાં રહે છે અને જનરલી તે ઘરે અને ધાર્મિક જીવન પસાર કરતા હોય છે.

દિલ્હીમાં તબલીઘી જમાત સાથે જોડાયેલો સમગ્ર ઘટનાક્રમ

  • 13 માર્ચ : દિલ્હીના નિઝામુદીન વિસ્તારમાં તબલીઘી જમાતના એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ. જેમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર હજાર લોકો એકઠા થયા હતા.
  • 16 માર્ચ : મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે 50થી વધુ લોકોની હાજરીવાળા સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પર રોક લગાવી, તેમ છતા પણ નિઝામુદીનમાં આયોજિક કાર્યક્રમ ચાલુ રહ્યો હતો.
  • 20 માર્ચ : આ મરકજમાં સામેલ થનારા ઇન્ડોનેશિયાના 10 લોકોના તેલંગણામાં કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા.
  • 22 માર્ચ : વડાપ્રધાન મોદીએ દેશમાં જનતા કર્ફ્યુ લગાવ્યું
  • 23 માર્ચ : 1500 લોકોએ મરકજ ખાલી કરી
  • 24 માર્ચ : વડાપ્રધાન મોદીએ દેશમાં 21 દિવસ માટે લોક ડાઉનની જાહેરાત કરી. જેમાં તમામ પ્રકારના આંદોલન પર રોક લગાવી. માત્ર જરૂરીયાતી સેવાઓને ચાલુ રાખી
  • 25 માર્ચ : તંત્રના આદેશ હોવા છતા પણ 1000 લોકો એકત્ર થયા હતા. મેડિકલ ટીમે મરકજનો પ્રવાસ કરી કોરોનાથી સંક્રમિત લોકોને અલગ કર્યા. જમાતના અધિકારીએ મરકજને ખાલી કરાવવા SDM ઓફીસમાં આવેદન પત્ર પાઠવ્યું.
  • 26 માર્ચ : દિલ્હીમાં આયોજિત આ મરકજમાં ભાગ લેનાર વ્યક્તિની જમ્મુના શ્રીનગરમાં મોત થઇ.
  • 26 માર્ચ : SDMએ મરકજનો પ્રવાસ કર્યો અને જમાતના અધિકારીઓને કલેક્ટર સાથે બેઠક માટે બોલાવ્યા
  • 27 માર્ચ : કોરોના વાઇરસના છઠ્ઠા સંક્રમિતને મેડિકલ ચેકઅપ માટે મરકજથી દુર લઇ આવ્યા અને બાદમાં હરિયાણા ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યો.
  • 28 માર્ચ : વિશ્વ આરોગ્ય સંસ્થાની ટીમે SDM સાથે મરકજનો પ્રવાસ કર્યો. આ તકે મરકજથી 33 લોકોને દિલ્હી રાજીવ ગાંધી કેંસર હોસ્પિટલમાં ક્વોરોન્ટાઇન હેઠળ ખસેડાયા
  • 28 માર્ચ : લાજપત નગરના SPએ મરકતને ખાલી કરાવવા તુરંત નોટીસ પાઠવી
  • 29 માર્ચ : નોટિસનો જવાબ આપતા મરકજના અધિકારીઓએ કહ્યું કે લોકડાઉન બાદ કોઇ પણ નવા વ્યકિતને મરકજમાં પ્રવેશવાની પરવાનગી આપી નહતી.
  • 29 માર્ચની રાત્રે : પોલીસ અને સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે લોકો બહાર નિકળવા લાગ્યા છે અને ક્વોરોન્ટાઇનમાં મોકલવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે દાવો કર્યો કે તેઓએ મસ્જિદ સમિતિને મરકજ ખાલી કરાવવા 23 માર્ચ અને 28 માર્ચે નોટિસ પાઠવી હતી.

સૂત્રનું જો માનવામાં આવે તો, 23 માર્ચના રોજ મરકજમાં સામેલ થયેલા લગભગ 1500 લોકોને તેના રાજ્યમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ એ સ્પષ્ટ નથી કે તેમાંથી કેટલા કોરોના વાઇરસના સંક્રમિત હતા. જ્યારે મસ્જિદ સમિતિનું કહેવુ છે કે તેઓએ લોકોને પરત ફરવા 23 માર્ચના રોજ પોલીસના વાહનોની પરવાનગી માગી હતી.

ABOUT THE AUTHOR

...view details