ન્યૂઝડેસ્ક : વિશ્વ ભરમાં કોરોના વાઇરસ ફેલાવાનું ચાલુ રહ્યું છે, ત્યારે ગંભીર ગુનાઓની સંખ્યા વિશ્વ ભરમાં ચાલી રહેલા ઘર-વાસ દરમિયાન ધરખમ રીતે ઘટી રહી છે. પરંતુ ચિંતાજનક સંકેત એ છે કે ઘરેલુ હિંસા અને ઑનલાઇન છેતરપિંડી જેવા ગુનાઓ વધવાની સંભાવના છે.
ઘરે રહેવાની આડ અસર એ છે કે ઘરેલુ અને પારિવારિક હિંસા થવાની વધુ શક્યતા છે.
જે સ્ત્રીઓ અને બાળકો ઘરેલુ હિંસા વચ્ચે રહે છે તેઓ આ અલગ રહેવાના સમય દરમિયાન તેમના શોષણકર્તાઓથી ભાગી શકે તેમ નથી અને બ્રાઝિલથી લઈને જર્મની સુધી, ઈટાલીથી ચીન સુધી, ઉપખંડોના કાર્યકરો અને બચેલા લોકો કહે છે કે તેઓ દુર્વ્યવહારમાં ચિંતાજનક વધારો જોઈ રહ્યા છે.
કાર્યકરો કહે છે કે કોરોના વાઇરસના લીધે ઘર-વાસની અનુમાન કરી શકાય તેવી આડઅસર મહિલાઓ અને બાળકોને વધી રહેલો ભય છે.
ચાહે તે સંઘર્ષ હોય, આર્થિક કટોકટી હોય કે રોગચાળાના પ્રકોપ દરમિયાન હોય, અનેકકટોકટીમાં દર વખતે દુર્વ્યવહાર વધતો જોવા મળ્યો છે. જોકે અલગ રહેવાના નિયમોથી ખાસ કરીને ગંભીર પડકાર ઊભો થયો છે.
"તે દરેક કટોકટીની સ્થિતિમાં થાય છે," તેમ વીમેન ડિલીવર ખાતે માનવતાવાદી વકીલાતના વરિષ્ઠ મેનેજર મર્સી હર્ષે કહ્યું હતું. "જે દરે હિંસામાં વધારો થયો છે તેની સામે સેવાઓની પ્રાપ્યતા અને મહિલાઓને આ સેવાઓ મળે તેની સમર્થતા ઘટશે તેની આપણને ચિંતા થાય છે. આ વાસ્તવિક પડકાર છે."
અનેક દેશોમાં કાનૂની અથવા નીતિમાં ફેરફાર માટે અનુરોધ છે જેથી અલગ રહેવા દરમિયાન મહિલાઓ અને બાળકોને વધી રહેલા જોખમનો તેમાં સમાવેશ થઈ શકે.
ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યની પોલીસ જેનો દેશમાં મહિલાઓ સામેની હિંસામાં સૌથી ખરાબ ઇતિહાસ છે તેણે કેસોમાં વધારો થતાં ઘરેલુ હિંસામાં મદદ માટે નવી હૅલ્પલાઇન શરૂ કરી છે.
કામના સ્થળે સતામણી અને ચોરી સ્વાભાવિક જ ઘટી રહી છે કારણકે ત્યાં હવે કોઈ નથી પરંતુ દૂરથી કામ કરવાથી સહકર્મચારીઓ વચ્ચે ઑનલાઇન સતામણીમાં વધારો થઈ શકે છે કારમકે ઑનલાઇન વાર્તાલાપમાં વધારો થયો છે.
જોકે, તેના કેટલાક પુરાવા છે કારણકે ચેટ ટૅક્નૉલૉજીને કૅપ્ચર કરી શકાય છે અને ઑનલાઇન સતામણીનું દસ્તાવેજીકરણ કરી શકાય છે જેના દ્વારા દોષી વ્યક્તિને જવાબદાર ઠરાવી શકાય છે.
ઘર-વાસ દરમિયાન બંધ થયેલા જાહેર બગીચા અને બાગોમાં પણ અવ્યવસ્થા અને અસામાજિક વર્તણૂંકમાં ઘટાડો જોવા મળ્યો છે.
કોરોના વાઇરસના લીધે ઘર-વાસમાં અનેક અણધારી આડઅસરો સર્જાઈ રહી છે જેમાં અપરાધનો પણ સમાવેશ થાય છે. અને દુષ્ટ કોરોના વાઇરસથી ઉધરસ ખાવી તે પણ હવે અપરાધ છે. લોકો જનતા, પોલીસ અને મેડિકલ સ્ટાફના સભ્યોને લક્ષ્ય બનાવી રહ્યા હોવાના અહેવાલો છે.
જ્યારે મહામારીથી પીડિતો માટે જોખમ વધી ગયું છે ત્યારે નિષ્ણાતો કહે છે કે છ ફૂટના અંતરથી સમુદાયના સંબંધોને જાળવવા એ આ કટોકટી દરમિયાન મહત્ત્વનું બની રહે છે. સમયના આ તબક્કે જ્યારે સરકારો અને સંગઠનો પોતાનું કામ કરી રહ્યા છે ત્યારે શૂન્યાવકાશને ભરવામાં મદદ માટે મિત્રો અને પડોશીઓને શિક્ષિત કરવા મહત્ત્વનું છે.