ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચીને ઉઠાવ્યો App પર પ્રતિબંધનો મુદ્દો, ભારતે આપ્યો સણસણતો જવાબ - માહિતી ટેક્નોલનોજી એક્ટ

ભારત-ચીન સરહદ પર સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ભારતે 59 ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ મામલે ચીન પાગલ થઈ રહ્યું છે. ચીને હાલમાં આયોજીત દ્વિપક્ષીય બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.

a
ચીને ઉઠાવ્યો App પર પ્રતિબંધનો મુદ્દો, ભારતે આપ્યો સણસણતો જવાબ

By

Published : Jul 14, 2020, 8:53 AM IST

Updated : Jul 14, 2020, 7:01 PM IST

નવી દિલ્હીઃ ભારત દ્વારા 59 ચીની મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યા બાદ ચીન હેરાન પરેશાન થયું છે. ચીને હામમાં આયોજીત એક દ્વિપક્ષીય બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.

સરકારી સુત્રો અનુસાર, રાજદૂત સ્તર પર એક બેઠક દરમિયાન ચીને ભારતમાં પોતાની એપ્લિકેશન પર પ્રતિબંધનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં ભારતે પણ ચીનને સણસણતો જવાબ આપતા કહ્યું કે, આ કાર્યવાહી સુરક્ષાના મુદ્દે કરવામાં આવી છે. ભારત નથી ઇચ્છતુ કે તેમના નાગરિકોના ડેટા સાથે છેડછાડ થાય.

ચીને ઉઠાવ્યો App પર પ્રતિબંધનો મુદ્દો, ભારતે આપ્યો સણસણતો જવાબ

ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલમાં જ 59 ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેમાં દેશની અને દેશના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેમાં ટિકટોક, વીચેટ અને હેલો જેવી એપ્લિકેશન સામેલ છે.

આ પ્રતિબંધ માહિતી ટેક્નોલનોજી એક્ટની કલમ 69 એ હેઠળ લાદવામાં આવ્યો છે, જે માહિતી તકનીકીની સંબંધિત જોગવાઈઓ સાથે સંકળાયેલો છે. આ મુદ્દો પ્રક્રિયાના નિયમો અને માહિતીને સાર્વજનિક રૂપે પ્રવેશને અવરોધિત કરવા માટે સલામતીના નિયમો, 2009ની સંબંધિત જોગવાઈઓ સાથે જોડાયેલો છે.

ચીની એપ પર પ્રતિબંધ બાદ ચીની વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય રોકાણકારોની ગુપ્તાતાનું રક્ષણ કરવુ એ અમારૂ કર્તવ્ય છે.

Last Updated : Jul 14, 2020, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details