- કોવેક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ
- હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વિજે તેમના પર ટ્રાયલ કરવાની કરી ઓફર
- 20 સંશોધન કેન્દ્રોમાં 25 હજારથી વધુ સ્વયંસેવકોને કોવેક્સિનનો ડોઝ અપાશે
ચંડીગઢઃ હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વિજે કોવેક્સીનના પરીક્ષણના ત્રીજા તબક્કા માટે સ્વયંસેવકની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, કોવેક્સિનના ત્રીજા તબક્કામાં મારા પર પરીક્ષણ કરવામાં આવે તેવી મેં ઓફર કરી છે.
હરિયાણામાં 19 નવેમ્બરે ત્રીજા તબક્કાનું પરીક્ષણ થશે શરૂ
19 નવેમ્બરના રોજ હરિયાણામાં ભારત બાયોટેક કોરોના વાઈરસ વેક્સીન કે, જેનું નામ કોવેક્સીન છે, તેનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ થવા જઈ રહ્યુ છે. ત્યારે આના ટ્રાયલ માટે અનિલ વિજેએ ઈચ્છા વ્યક્ત કરી છે.
પ્રથમ તબક્કામાં 375 અને બીજા તબક્કામાં 380 સ્વયંસેવકોને ડોઝ અપાયા
ઉલ્લેખનીય છે કે, દેશભરના 20 સંશોધન કેન્દ્રોમાં 25 હજારથી વધુ સ્વયંસેવકોને કોવેક્સિનનો ડોઝ આપવામાં આવશે. 20 કેન્દ્રોમાંથી એક પીજીઆઈએમએસ રોહતક પણ તેના સ્વયંસેવકોને આ ડોઝ આપવા માટે પણ તૈયાર છે. પ્રથમ તબક્કામાં સંસ્થા દ્વારા 375 તેમજ બીજા તબક્કામાં 380 સ્વયંસેવકોને કોવેક્સીનના ડોઝ આપવામાં આવ્યા હતા. હવે ત્રીજા તબક્કામાં 25 હજારથી વધુ સ્વયંસેવકોને આ ડોઝ આપવામાં આવશે. રસી આવતાની સાથે જ તેને આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.