ગુજરાત

gujarat

ETV Bharat / bharat

VHPને આશા, રામ જન્મભૂમિ ટ્રસ્ટના ડિઝાઈન મુજબ મંદિરનું નિર્માણ થશે

ઇન્દોર/અમદાવાદ: સુપ્રીમ કોર્ટની 5 સભ્ય વાળી બેન્ચે અયોધ્યા કેસમાં ચુકાદો આપ્યો છે. જે અંતર્ગત સરકારને અયોધ્યામાં રામજન્મભૂમિ સાથે સંકળાયેલા સ્થળ પર મંદિર નિર્માણ માટે ત્રણ મહિનાની અંદર એક ટ્ર્સ્ટ બનાવવું પડશે. VHPને આશા છે કે, મંદિર નિર્માણ એમની ડિઝાઈન મુજબ થશે.

VHPને આશા, રામ જન્મભૂમિ ટ્રસ્ટના ડિઝાઈન મુજબ મંદિરનું નિર્માણ થશે

By

Published : Nov 10, 2019, 9:39 AM IST

Updated : Nov 10, 2019, 1:21 PM IST

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરી વિશ્વ હિન્દૂ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ સદાશિવ કોકજેએ આશા વ્યક્ત કરી કે, કાયદાના આદેશ પર નિર્માણ થનારા ટ્રસ્ટ રામજન્મભૂમિ ટ્ર્સ્ટના ડિઝાઈન મુજબ ભવ્ય મંદિરનું નિર્માણ કરશે. ત્યારબાદ અમદાવાદમાં પત્રકારો સાથે ચર્ચા કરતા જણાવ્યું કે, તેમને વિશ્વાસ છે કે 2024 સુધી તે સ્થળે એક ભવ્ય મંદિરનું નિર્માણ થઇ જશે.

VHPને આશા, રામ જન્મભૂમિ ટ્રસ્ટના ડિઝાઈન મુજબ મંદિરનું નિર્માણ થશે

મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી સુપ્રીમ કોર્ટમા પાંચ સભ્યવાળી બેન્ચે શનિવારે ચુકાદો આપ્યો કે, અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરવામાં આવે અને ત્રણ મહિનાની અંદર એક ટ્રસ્ટ બનાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, વિહિપે રામ મંદિર નિર્માણ કાર્યશાળામાં 1990માં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે પથ્થરોને કોતરવા શરૂ કરી દીધા હતા.

રામ જન્મભૂમિ ટ્રસ્ટ વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોનું સ્થાપિત ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટની સ્થાપના અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણના ઉદ્દેશ્યથી 18 ડિસેમ્બર 1985માં કરવામાં આવી.

કોકજેએ કહ્યું, અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કોઈ પક્ષની હાર કે જીતનો પ્રશ્ન નથી, કારણ કે કોર્ટે સંતુલિત ચુકાદો સંભળાવીને વર્ષો જુના કેસનો સારી રીતે નિકાલ કર્યો છે. આ ચુકાદો સ્વાગત યોગ્ય છે, કારણ કે ચુકાદાએ ન્યાય કર્યો છે.

આ ચુકાદા દ્વારા ખબર પડે છે કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે જરૂરી નિર્ણય સુપ્રીમ કોર્ટેના આદેશ મુજબ સરકાર દ્વારા બનનાર ટ્ર્સ્ટની દેખરેખ હેઠળ લેવામાં આવશે.

જેવી રીતે જમીન પ્રાપ્ત કરવી એ પડકાર હતો તે જ પ્રકારે મંદિર બનાવવું અને તેને ચલાવવું પણ પડકાર બનશે.

આ ભારતનું મહત્વનું તીર્થસ્થળ બનશે. મને વિશ્વાસ છે કે 2024 સુધી તે સ્થળે ભવ્ય મંદિરનું નિર્માણ થઇ જશે.

એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, આ સમયે ટ્રસ્ટના કામકાજ અંગે શંકા કરવાનું કોઈ કારણ રહેતું નથી. આજે આપણે કેમ એવું માનીને ચાલીએ કે ટ્રસ્ટ આપણી વિરૂદ્ધ જશે? મને વિશ્વાસ છે કે ટ્ર્સ્ટ મંદિરના નિર્માણ માટે રામજન્મભૂમિ ટ્રસ્ટ સાથે કામ કરશે.

Last Updated : Nov 10, 2019, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details