તેજબહાદૂરની છેલ્લી આશા પર પાણી ફરી વળ્યું, સુપ્રીમ કોર્ટે રદ કરી અરજી - pm modi
ન્યૂઝ ડેસ્ક: સુપ્રીમ કોર્ટે જવાન તેજબહાદૂરની અરજીને ફગાવી દીધી છે. બીએસએફના સસ્પેન્ડેડ જવાન તેજબહાદૂરે વારાણસીની સીટ પરથી અપક્ષમાંથી ઉમેદવારી ભર્યા બાદ સપાએ તેમને ટિકીટ આપી હતી. ત્યાર બાદ નામાંકનમાં ખામી જણાતા તેમનું નામાંકન રદ કરી દીધું છે.
ians
જેને લઈ તેજબહાદૂર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. આજે આ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં તેમની અરજી સુપ્રીમ કોર્ટે રદ કરી નાખી છે તેથી જવાન હવે ચૂંટણી નહીં લડી શકે. આપને જણાવી દઈએ કે વારાણસી સીટ પર વડાપ્રધાન મોદી પણ ઉમેદવાર છે.