ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લદ્દાખમાં ઘાયલ થયેલા સૈનિકના પિતાનું નિવેદન રાજકીય મુદ્દો બન્યું, અમિત શાહ અને રાહુલ ગાંધી વચ્ચે ટ્વીટર વોર

ચીન સરહદ પર ઘાયલ થયેલા સૈનિક સુરેન્દ્રના પિતાએ કરેલું નિવેદન આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. દેશના ગૃહપ્રધાન અમિત શાહે સુરેન્દ્રના પિતાના નિવેદનને લઇને ટ્વિટ કરીને ટિપ્પણી કરી હતી. તો રાહુલ ગાંધીએ પણ તેમના ટ્વિટર એકાઉન્ટ પર સુરેન્દ્રના પિતાના ફોટો સાથે પોતાનું નિવેદન ટ્વીટ કર્યું છે.

political
સુરેન્દ્ર

By

Published : Jun 21, 2020, 7:23 AM IST

અલવર: ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લદ્દાખમાં થયેલા ઘર્ષણ દરમિયાન અલવરના સુરેન્દ્રએ બહાદુરીથી ચીની સૈનિકોનો સામનો કર્યો હતો. જેમાં સુરેન્દ્રના પરિવારે જણાવ્યું કે, ભારતીય સૈનિકો પાસે હથિયર ન હતા. જ્યારે ચીનના સૈનિકો પાસે લોખંડના સળિયા જેવા શસ્ત્રો હતા. સુરેન્દ્ર સરદાર હોવાને કારણે કટાર પહેરેલી હતી. ચીની સૈનિકોએ જયારે હુમલો કર્યો ત્યારે સુરેન્દ્રએ કટારથી પોતાનો બચાવ કર્યો હતો.

લદાખમાં ઘાયલ થયેલા સુરેન્દ્રના પિતાનું નિવેદન

સુરેન્દ્ર દ્વારા બતાવવામાં આવેલી વીરતા આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે. આ દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહે સુરેન્દ્રના પિતાના નિવેદનને ટ્વીટ કરીને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. બીજી તરફ રાહુલ ગાંધીએ સુરેન્દ્રના પિતાના નિવેદનને ટ્વીટ કર્યું છે.

આ અંગે ઈટીવી ભારતની ટીમે સુરેન્દ્રના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સંપર્ક થઇ શક્યો નહીં.

ABOUT THE AUTHOR

...view details