ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નવરાત્રિ-દુર્ગા પૂજા અંગેની ગાઈડલાઈન જાહેર, જુઓ બીજા રાજ્યોમાં શું નિયમો રહેશે..?

કોરોનાને ધ્યાનમાં રાખીને છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં નવરાત્રિ અને દુર્ગાપૂજાને લઈને વિવિધ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જો કે, મધ્ય પ્રદેશમાં કોરોનાને કેસ વધતા અને લોકોના વિરોધના કારણે સરકારે પહેલા જાહેર કરેલી ગાઈડલાઈનમાં ફેરફાર કર્યા છે અને નવી ગાઈડલાઈન બહાર પાડી છે.

ETVBharatGujarat
ETVBharatGujarat

By

Published : Oct 9, 2020, 4:10 PM IST

Updated : Oct 9, 2020, 10:47 PM IST

ન્યૂઝ ડેસ્કઃ નવરાત્રિના તહેવારને લઈને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સરકારે અનેક નિયમો બનાવ્યા છે. આ નિયમો અંગની માહિતી અહીં જણાવવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારે નવરાત્રિ માટે બનાવેલા નિયમોઃ

  • ગણેશોત્સવની જેમ પંડાલમાં માતાજીની મૂર્તિ 4 ફૂટથી વધુની ઊંચાઈની ન હોવી જોઈએ. તેમજ ઘરમાં 2 ફૂટથી વધુની ઊંચાઈ ન હોવી જોઈએ.
  • પૂજા માટે માટીની મૂર્તિઓને બદલે ધાતુ અથવા આરસની મૂર્તિઓ ખરીદી શકાય છે.
  • ભીડને અંકુશમાં રાખવા માટે પંડાલમાં 5થી વધારે ભક્તોને પ્રવેશ આપવામાં નહીં આવે.
  • મંડળો કોઈ પણ પ્રકારની ખાણીપીણી પીરસી નહીં શકે.
  • સામાજિક અંતર, થર્મલ સ્ક્રિનિંગ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ જેવા તમામ સલામતીના નિયમોનું પાલન કરવા મંડળોને સૂચના આપવામાં આવી છે.
  • મંડળોએ ભક્તો માટે ઓનલાઈન દર્શનની પણ સુવિધા કરવી પડશે.
  • દશેરાના દિવસે રાવણ દહન પ્રતિકાત્મક રીતે ભીડ વિના કરવામાં આવશે. અને જો શક્ય હોય તો તેનું ઓનલાઈન પ્રસારણ કરવામાં આવશે. નાગપુર જેવા સ્થળોએ પણ આ સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યું છે.
  • અત્યારે ગરબાના કાર્યક્રમોનું કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં નહીં આવે.

મધ્ય પ્રદેશની જો વાત કરવામાં આવે તો...

મધ્યપ્રદેશમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. રોજ હજારોની સંખ્યામાં કોરોનાના કેસ આવી રહ્યા છે. એમપીમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 1 લાખ 40 હજારથી વધારે થઈ ચૂકી છે. જ્યારે અઢી હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે, પરંતુ આ બધુ થયા પછી પણ સરકાર સતત કોરોના ગાઈડલાઈનમાં ફેરફાર કરી રહી છે. 18 સપ્ટેમ્બરે સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. જો કે, હિન્દુ સંગઠનોના દબાણના કારણે સરકારે તેને બદલી નાખી હતી. ત્યારબાદ અનેક પ્રકારના સવાલો ઉઠ્યા હતા કે સરકાર કોરોનાના વધતા દર્દીઓ માટે સંવેદનશીલ નથી. કારણ કે, નવરાત્રિની ગાઈડલાઈનની સાથે સાથે પેટા ચૂંટણીને લઈને રાજકીય દળો મોટી મોટી રેલીઓ કરી રહ્યા છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડે છે.

નવરાત્રિ ઉત્સવને લઈને સરકાર તરફથી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી, જેના માટે ખૂબ જ હોબાળો થયો હતો. કોંગ્રેસથી લઈને હિન્દુ સંગઠનોએ સરકારને ઘેરી લીધી હતી. વિરોધને જોતા સરકારે ઝુકવું પડ્યું અને 13 ઓક્ટોબરે નવરાત્રિને લઈને ગાઈડલાઈન જાહેર કરવી પડી હતી. 18 સપ્ટેમ્બરે સરકારે જે ગાઈડલાઈન જાહેર કરી હતી તેને લઈને લોકોમાં ખૂબ ગુસ્સો હતો. તે ગાઈડલાઈનમાં દુર્ગા માતાની પ્રતિમા 6 ફૂટથી વધુ ઊંચાઈની ન હોવી જોઈએ. પંડાલોની લંબાઈ અને પહોળાઈ 10 બાય 10 ફિટની હોવી જોઈએ. કોઈ પણ પ્રકારની રેલી કે ગરબા રમવાની કોઈ પરવાનગી આપવામાં નથી આવી. આયોજકોએ જિલ્લા તંત્ર પાસેથી લેખિતમાં પરવાનગી લેવી પડશે.


પહેલા જાહેર કરેલી ગાઈડલાઈન આ પ્રમાણે હતીઃ

  • દુર્ગા માતાની પ્રતિમા 6 ફૂટથી ઊંચી ન હોવી જોઈએ.
  • પંડાલોની વધુમાં વધુ સાઈઝ 10 બાય 10 ફૂટ જ હોવી જોઈએ.
  • સામાજિક સાંસ્કૃતિક અને અન્ય કાર્યક્રમોના આયોજનમાં ઓછામાં ઓછી વ્યક્તિઓ હાજર રહેશે.
  • ગરબા નહીં થાય, લાઉડ સ્પીકર માટે ગાઈડલાઈનનું પાલન અનિવાર્ય
  • મૂર્તિ વિસર્જન માટે 10થી વધુ વ્યક્તિના સમૂહને અનુમતિ નહીં.
  • આયોજકોએ જિલ્લા તંત્ર પાસેથી લેખિત પરવાનગી પહેલાથી લેવી પડશે.
  • જિલ્લા તંત્ર દ્વારા વિસર્જન સ્થળો પર વિસર્જન કરવું પડશે.


નવી ગાઈડલાઈન આ પ્રમાણે છેઃ

3 ઓક્ટોબરે સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે, જેમાં 6 ફૂટ ઊંચી નવદુર્ગાની મૂર્તિની સાઈઝને લઈને પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત પંડાલની લંબાઈ અને પહોળાઈ 10 બાય 10થી 30 બાય 40 કરવામાં આવી છે. દશેરા ઉત્સવમાં સોશિયલ ડિસ્ટન્સની સાથે રામલીલા અને રાવણ દહન પણ કરવામાં આવશે, પરંતુ ગરબાની અનુમતિ આપવામાં નથી આવી.

  • 6 ફૂટ ઊંચી પ્રતિમાનો પ્રતિબંધ હટાવાયો.
  • પંડાલોની લંબાઈ અને પહોળાઈ 30 બાય 45 ફિટ કરવામાં આવશે.
  • આયોજન સમિતિના વધુમાં વધુ 10 વ્યક્તિ દુર્ગા પ્રતિમાનું વિસર્જન કરી શકશે.
  • ગરબાની પરવાનગી નથી આપવામાં આવી.
  • દશેરા મહોત્સવ પર રામલીલા અને રાવણ દહન કરી શકાશે.
  • તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે.
  • સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે અને તમામ પ્રકારની સાવધાની રાખવી પડશે.

છત્તીસગઢ રાજ્યની વાત કરવામાં આવે તો છત્તીસગઢમાં પણ નવરાત્રિ અને દુર્ગા પૂજાને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જે નીચે મુજબ છેઃ

  • મૂર્તિની ઊંચાઈ અને પહોળાઈ 6 × 5 ફૂટથી વધારે ન હોવી જોઈએ.
  • મૂર્તિ સ્થાપિત કરાયેલા પંડાલનો આકાર 15 × 15 ફૂટથી વધારે ન હોવો જોઈએ.
  • પંડાલની સામે કમસે કમ 3 હજાર વર્ગ ફૂટ ખુલ્લી જગ્યા હોવી જોઈએ.
  • પંડાલ અને સામે 3 હજાર ફૂટની ખુલ્લી જગ્યામાં કોઈ પણ રસ્તો કે ગલીનો હિસ્સો પ્રભાવિત ન હોવો જોઈએ.
  • એક પંડાલથી બીજા પંડાલ વચ્ચે કમસે કમ 250 મીટરથી વધારે અંતર ન હોવું જોઈએ.
  • પંડાલની સામે દર્શકો અને આયોજકોને બેસવા માટે અને ખુરશીઓ મુકવામાં નહીં આવે.
  • કોઈ પણ સમયે મંડપ અને સામે બંને મળીને 20થી વધુ લોકો ન હોવા જોઈએ.
  • જો કોઈ વ્યક્તિ જો મૂર્તિ સ્થાપનાના સ્થળ પર જઈને કોરોના સંક્રમિત થાય તો ઈલાજનો સંપૂર્ણ ખર્ચ મૂર્તિ સ્થાપિત કરનારા વ્યક્તિ અથવા સમિતિ દ્વારા કરવામાં આવશે.
  • મૂર્તિ સ્થાપિત કરનારા વ્યક્તિ અને સમૂહ દ્વારા એક રજિસ્ટર્ડ રાખવામાં આવશે, જેમાં દર્શન કરનારા લોકોનું નામ, સરનામું અને મોબાઈલ નંબર નોંધવામાં આવશે, જેનાથી સંક્રમિત થનારા લોકોને ટ્રેસ કરી શકાય.
  • મૂર્તિ સ્થાપિત કરનારા વ્યક્તિ અથવા સમિતિને 4 સીસીટીવી લગાવવા ફરજિયાત છે, જેનાથી જો કોઈ સંક્રમિત વ્યક્તિ આવે તો તેને સરળતાથી ટ્રેસ કરી શકાય.
  • મૂર્તિ સ્થાપિત કરનારી સમિતિ દ્વારા સેનિટાઈઝર, થર્મલ સ્ક્રિનિંગ, ઓક્સિમીટર હેન્ડ વોશ અને ક્યૂ મેનેજમેન્ટ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવશે. થર્મલ સ્ક્રિનિંગમાં જો કોઈ વ્યક્તિને તાવ કે કોરોના સંબંધિત કોઈ પણ સમસ્યા કે વિશેષ લક્ષણ જોવા મળશે તો તેને પંડાલમાં પ્રવેશવા ન દેવાની જવાબદારી સમિતિની હશે.
  • કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂર્તિ સ્થાપનાની પરવાનગી નહીં હોય. જો પૂજાના સમય દરમિયાન પણ ઉપરોક્ત ક્ષેત્ર કન્ટેન્ટમેન્ટ ઝોન ઘોષિત કરવામાં આવશે તો તાત્કાલિક પૂજા સમાપ્ત કરવી પડશે.
  • મૂર્તિ સ્થાપના દરમિયાન વિસર્જનના સમયે અથવા વિસર્જન પછી કોઈ પણ પ્રકારનું ભોજન, ભંડારો અતવા સાંસ્કૃતિક કાર્યક્રમની પરવાનગી નહીં આપવામાં આવે.
  • મૂર્તિ સ્થાપના અને વિસર્જન દરમિયાન કોઈ પણ પ્રકારના ડીજે અને બેન્ડ વગાડવાની પરવાનગી નહીં આપવામાં આવે.
  • મૂર્તિ વિસર્જન માટે વધુ વાહનની પરવાનગી નથી આપવામાં આવી.
  • મૂર્તિ વિસર્જન માટે 4થી વધુ વ્યક્તિ નહીં જઈ શકે અને મૂર્તિના વાહનમાં બેસી રહેવું પડશે.
  • સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પહેલા મૂર્તિ વિસર્જનના કોઈ પણ પ્રક્રિયાની પરવાનગી નહીં આપવામાં આવે.

ઉપરોક્ત શરતો સાથે ઘરોમાં મૂર્તિ સ્થાપન કરવાની પરવાનગી હશે. જો ઘરથી બહાર મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે તો ઓછામાં ઓછા 7 દિવસ પહેલા નગર નિગમ કે સંબંધિત ઝોન કાર્યાલયમાં નિર્ધારિત શપથ પત્ર સાથે આવેદન પત્ર આપવાનું રહેશે. પરવાનગી મળ્યા બાદ મૂર્તિ સ્થાપન કરવાની પરવાનગી મળશે.

આ તમામ નિર્દેશોનું ઉલ્લંઘન કરવા પર એપેડેમિક ડિસીઝ એક્ટ અને કાયદેસરના નિયમ અનુસાર અન્ય ધારાઓ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

દીપ પ્રાગટ્યોત્સવ માટે ગાઈડલાઈનઃ

મંદિર પ્રાંગણમાં નિયત સમયે જ દીપ પ્રાગટ્યોત્સવ કરવામાં આવશે.

Last Updated : Oct 9, 2020, 10:47 PM IST

ABOUT THE AUTHOR

...view details