નવી દિલ્હી: ચીન સાથે વરિષ્ઠ સૈન્ય કમાન્ડર-સ્તરની છઠ્ઠી વાતચીત દરમિયાન ભારતે સોમવારે પૂર્વી લદ્દાખમાં સંઘર્ષવાળા સ્થળોથી ચીની સૈનિકોને તાત્કાલિક દૂર કરવા પર ભાર મૂક્યો હતો. આ વાતચીતમાં સરહદ પર લાંબા સમયથી ચાલનારા તણાવને દૂર કરવા પાંચ-મુદ્દાવાળા દ્વિપક્ષીય કરારના અમલ પર કેન્દ્રિત છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોર કમાન્ડર સ્તરની છઠ્ઠી બેઠક પૂર્વી લદ્દાખમાં ભારતના ચુશૂલ સેક્ટરમાં (LAC)ની પાર મોલ્ડોમાં ચીની વિસ્તારમાં સવારે 9 કલાકથી ચાલુ થયેલી વાતચીત રાત્રે 11 કલાક સુધી ચાલી હતી.
ભારતીય પ્રતિનિધિમંડળની આગેવાની ભારતીય સેના લેહ સ્થિત 14 કોરના કમાંન્ડર લેફ્ટિનેટ જનરલ હરિદર સિંહે કરી હતી. પ્રથમ વખત સૈન્ય વાતચીત સાથે સંબધિત ભારતીય પ્રતિનિધિમંડળમાં વિદેશ મંત્રાલયના સંયુકત સચિવ સ્તરના અધિકારી છે.
વિદેશી મંત્રાલયના સંયુકત સચિવ નવીન શ્રીવાસ્તવ આ પ્રતિનિધિમંડળનો ભાગ છે. તે સરહદ પર બોર્ડર કન્સલ્ટિંગ અને કોઓર્ડિનેશન પ્રક્રિયા હેઠળ ચીનની સાથે વિવાદ અંગે તે રાજનયિક વાતચીતમાં સામેલ રહ્યા છે.
ભારતીય પ્રતિનિધિમંડળમાં લેફ્ટનન્ટ જનરલ પી.જી.કે. મેનન પણ સામેલ છે. જે આવતા મહિને14 મી કોર કમાન્ડર તરીકે સિંહનું સ્થાન લઈ શકે છે.